જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

રિપોર્ટર (ભાવનગર) :- અરશદ દસાડીયા
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર છે અને ચુંટણી શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ શિહોર તાલુકાના મગલાણા ગામ નવાગામ જવાના રસ્તે એસ.વી.કૌર ગેસ પ્લાન્ટ પાસેથી આરોપી હરદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૬ રહેવાસી મગલાણા તા. શિહોર જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક  સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબ ચલાવી રહ્યા છે.  

      આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા શરદભાઇ ભટ્ટ વિગેરે જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment