રિપોર્ટર (ભચાઉ) :- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
અનેક ઉધોગોથી ધમધમતા કરછ જીલ્લા માં અવરલોડની સમસ્યા પણ એટલીજ વિકરાળ બનીગઈ છે, જેના લીધે અવારનવાર પુર્વ અને પશ્ચિમ કરછ તરફ જવાના પ્રવેશદ્વાર સમા ભચાઉ શહેરનું આંબેડકર સર્કલ જાણેકે અકસ્માત ઝોન બની ગયું હોય એમ અહી વારંવાર સર્જાતા અકસ્માતોની હારમાળા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ અહીં અવરલોડ મકાઈ ભરીને ભુજ તરફ જઈ રહેલા ટેલરના ડ્રાઇવરની બેદરકારીના કારણે આ ટેલર પલટી જતાં અકસ્માતો માટે જાણીતા આ સર્કલ પાસે ફરી એક વાર લોકોને જોણુ થવા સાથે શહેર ના ટ્રાફિક થી ધમધમતા આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે તંત્રની નબળાઈ ચર્ચાનો વિષય બની હતી.
અહીં અવારનવાર બનતા અકસ્માતો અંગે લોકોનું માનવું છે કે, મોટા વાહનો બાયપાસ હોવા છતાં આ રોડ પરથી પસાર થતાં હોય છે તંત્ર દ્વારા આ બાબતે જો તકેદારી રાખવામાં આવે તો અહી અકસ્માતો પર રોક લગાવી શકાય એમ છે પરંતુ આવુ થતુ નથી એ વરવી વાસ્તવિકતા છે, આજે પલટીમારી મારી ગયેલા ટેલરના કારણે ભુજ તરફ જવાનો માર્ગ એક તરફી બની ગયો હતો સદ્ ભાગે કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી ત્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રને જાગવાની તાતી જરૂર છે.

0 Comments:
Post a Comment