રાપર તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખા દ્વારા વગર ટેન્ડરોએ એક ગ્રામ પંચાયત કચેરી ખાતે દિવાલ પર લખાણ કરવાની કિંમત રુ. દશ હજાર થી વધુ અંકારવા મા આવી છે

રિપોર્ટર (રાપર) :- દિપુભા જાડેજા સાથે ધનસુખ ઠક્કર

પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના રાપર તાલુકા પંચાયત દ્વારા જુદા જુદા ગામોએ લોકો ને સરકારની વિવિધ પ્રકારની યોજનાકીય કામોની માહિતી ગામના લોકોને મળી શકે તે માટે રાપર તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખા દ્વારા વગર ટેન્ડરોએ એક ગ્રામ પંચાયત કચેરી ખાતે દિવાલ પર લખાણ કરવાની કિંમત રુ. દશ હજાર થી વધુ અંકારવા મા આવી છે આ બોડઁના લખાણ કરવુ માટે રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની ટેન્ડર નોટિસ બહાર પાડવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ના હતી અને આ બોડઁ બનાવવા ની કામગીરી એક કચેરી ના જ મળતીયા ને આપવા મા આવી હતી હવે આ બોડઁ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે રાપર તાલુકા ની 82  ગ્રામ પંચાયત પાસે થી  આ કામગીરી કરનાર મળતીયા એ દરેક પંચાયત ના સરપંચ અને તલાટી પાસે થી દસ હજાર ની ઉધરાણી શરૂ કરવામાં આવી છે તો આ બાબતે સરપંચ અને તલાટી ઓ એ દસ હજાર ના બીલો જે પકડાવવા મા આવ્યા તે બાબતે વિરોધ કરી ને બીલો ની મુળ કિંમત રુ. 2500 જ થાય જો તે પણ લાકડા ની ફ્રેમ પર બનાવવામાં આવે તો અને દિવાલ પર લખવામાં આવે તો એક હજાર રૃપિયા જ થાય તો આ દસ હજાર રૃપિયા નુ બીલ ક્યાં થી વસુલ કરવા મા આવે છે તો અમુક સરપંચો એ આ બીલ ની રકમ આપવાનો ઈનકાર કરતાં આ બીલો જે તે ગ્રામ પંચાયતને જીલ્લા પંચાયત દ્વારા સ્વ ભંડોળની રકમ આપવામાં આવે છે તેમાં થી વસુલ કરવા માટે એક અધિકારીએ જણાવતાં સરપંચો એ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પંચાયતના પ્રમુખ ને રજૂઆત કરીને આ બોડઁ અંગેની રકમ અને વગર ટેન્ડરોએ જે પ્રકિયા કરવામાં આવી છે તે બાબતે અને જે તે ગ્રામ પંચાયત ના વહીવટી સરપંચ અને તલાટી ને જાણ કરવામાં આવ્યા વગર બોડઁના લખાણ કરીને બીલો વસુલાત માટે જે પ્રકારે દબાણ કરી રહયા છે તે અંગે તપાસ કરવા માટે માંગણી કરી છે. રાપર તાલુકા પંચાયત હસ્તક ની અનેક યોજનાઓ કોઈ પણ સદસ્યો કે તાલુકા પંચાયતના પ્રમુખ કે અન્ય હોદ્દેદારોને જાણ કર્યા વગર કામગીરી હાથ ધરવામાં આવી છે તે વિજીલન્સ તપાસ કરવામાં આવેતો અનેક કૌભાંડો બહાર આવશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment