કચ્છના પ્રવેશ દ્વાર સામખીયાળી મધ્યે દરીયાલાલ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ચીફ બ્યુરો (કચ્છ) :- ધનસુખ ઠક્કર


કચ્છના પ્રવેશ દ્વાર સામખીયાળી મધ્યે દરીયાલાલ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સામખીયાળી લોહાણા મહાજન પ્રમુખ ધીરજલાલ દામજીભાઇ કારીઆની અધ્યક્ષતા અને લોહાણા યુવક મંડળનાં સંચાલનથી સાજના પાંચ વાગ્યે વાજતે-ગાજતે સામખીયાળી લોહાણા મહાજન વાડીથી થઇ મોરીવિસ્થાર, પ્રજાપતિ વાસ, રામ મંદિર થઈ  સામખીયાળી મેઇન બજાર, જુના બસ સ્ટેશન થઇ પુન્હ જંગી રોડ થઇ સામખીયાળી ગામની વચ્ચો-વચ આવેલી સમાજવાડીએ શોભા યાત્રા પરત પહોંચી હતી આ શોભા યાત્રામાં આ શોભા યાત્રા મા લોહાણા મહાજનના પ્રમુખ ધીરજલાલ દામજીભાઇ કારીઆ, ઉપ પ્રમુખ દિનેશ ઓધવજી, મંત્રી દિનેશ હેમરાજ, પ્રભુલાલ ઠાકરશી, રમેશ પિતામ્બર, ચંપકલાલ અમૃતલાલ, યુવક મંડળના પ્રમુખ ધર્મેશ રતીલાલ, અક્ષય ધીરજલાલ, રાહુલ નવીનભાઇ, નીલ ધનસુખભાઇ વિગેરે હાજર રહ્યા હતા. રવાળી બાદ ચંદ્ર દર્શન કરી, પુજ્ય દરીયાલાલ બાપાની આરતી પુજન બાદ સૌએ સાથે મળીને પ્રસાદ લીધો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment