ચીફ બ્યુરો (વડોદરા) :- સુભાષ
વડોદરાના મકરપુરા એરફોર્સ નજીક શકમંદ હાલતમાં બે વ્યક્તિઓ દેખાયા હોવાની એક મોર્નીંગ વોક કરવા નીકળેલા યુવાન પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કરી દીધુ છે. થેલો લટકાવીને જઇ રહેલા બંન્ને યુવાનોની પર નજર પડતાં યુવાન પાસે ધસી આવેલા બે પૈકીના એક તમાચો પણ ચોડી દીધો હોવાની વિગતો બહાર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના મકરપુરા એરફોર્સ થી રહેણાંક વિસ્તારની વચ્ચે આજે સવારે પાંચ વાગે મોર્નીંગ વોક માટે માંજલપૂર વિસ્તારનો એક યુવાન નીકળ્યો હતો. તે વેળાએ બેગપેક લટકાવીને જઇ રહેલા બે યુવાનોની હીલચાલ શંકાસ્પદ જણાઇ આવી હતી. તેની પર આ યુવાનની નજર પડતાં બે પૈકીનો એક તેની પાસે દોડી ગયો હતો. તેણે યુવાનને તમાચો ચોડી દઇને ત્યાંથી જતા રહેવાનું જણાવ્યુ હતુ. આ બેની પાસેની બેગપેકમાં બંદૂકના નાળચા જેવા કોઇ હથીયાર જણાઇ આવ્યુ હતુ. પરંતુ બંન્નેની હીલચાલ શંકાસ્પદ જણાંતા આ યુવાને ગુગલ પર સર્ચ કરીને દિલ્હી પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. દિલ્હી પોલીસે આ અંગેની વડોદરા પોલીસને જાણ કરતા શહેરના મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ ટીમ સાથે આ વિસ્તારમાં દોડી ગયા હતા. તેની સાથે સાથે પોલીસે આ વિસ્તારમાં જતા આવતાં વાહનોનું ચેકીંગ પણ શરૂ કરી દીધુ હતુ. પોલીસે શકમંદને જોનારની પુછપરછ શરૂ કરી દીધી છે. આ યુવાન માંજલપૂર વિસ્તારમાં રહે છે. વડોદરાની કોઇ ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો હોવાની વિગતો પોલીસને આપી હતી. તેણે પઠાણી ડ્રેસમાં ક્લીન સેવ ધરાવતા બે યુવાનો બેગપેક સાથે જોયા હતા. આ બેગમાં બંદૂકના નાળચા જેવુ હથીયાર જણાઇ આવ્યુ હતુ. મોર્નીંગ વોક કરી રહ્યો હતો, ત્યારે તે હાઇવે પર પેશાબ કરવા માટે ઉભો રહ્યો હતો, તે સમયે તેણે આ બે શકમંદ વ્યક્તિઓને જોયા હતા. જો કે, પોલીસે તેના નિવેદનના આધારે તપાસ જારી રાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ આઈબી દ્વારા આતંકવાદી હુમલો થઈ શકે તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો ત્યારે આ રીતે બે શકમંદો સંવેદનશીલ ગણાતા મકરપુરા એરફોર્સ નજીક દેખાયા હતાં. મકરપુરા એરફોર્સ તેમજ ફૌજીઓના રહેણાંક મકાન વિસ્તારોમાં શંકાસ્પદ ઈસમો દેખાતા પોલીસે સતર્કતા દાખવીને તપાસ શરૂ કરી દીધી છે.

0 Comments:
Post a Comment