રાજકોટ શહેરના માડાડુંગર પાસે આવેલ ભીમરાવનગરમાં દલિત યુવાનની ઘરમાં ઘુસી ટ્રાફિક વોર્ડન સહિતના શખસોએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાસી જતાં સનસનાટી મચી જવા પામી છે.

ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા 
રાજકોટ શહેરના માડાડુંગર પાસે આવેલ ભીમરાવનગરમાં દલિત યુવાનની ઘરમાં ઘુસી ટ્રાફિક વોર્ડન સહિતના શખસોએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાસી જતાં સનસનાટી મચી જવા પામી છે. બેનની છેડતી કરવાના પ્રશ્ને ઠપકો આપનાર નાનાભાઈનું ત્રણેય શખસોએ ઢીમ ઢાળી દીધાનું બહાર આવતા આજીડેમ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આંબેડકરનગરમાં આવેલા ભીમરાવનગર શેરી નં.૧માં રહેતો મુરારી કેશુ મકવાણા ઉ.વ.૨૧ નામનો દલિત યુવાન આજે બપોરે તેના ઘેર હતો ત્યારે ટબુ ઉર્ફે ઈશુ, અનીલ પ્રફુલ અને તેના પિતા ભરતે ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી તેના ઘરમાં રહેલ મોટોભાઈ ઈશ્ર્વર નાસી જઈ બહાર દેકારો કરતા આસપાસના લોકો એકઠા થયા હતા. બનાવના પગલે હત્યારાઓ નાસી ગયા હતા. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ વાઘેલા, પીએસઆઈ સિસોદીયા તથા ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમીક તપાસમાં કારખાનામાં કામ કરતો મુરારી પાંચ બેન જેમાં મંજુ, રાધા, ભારતી, સોનલ અને જયોતી તેમજ બે ભાઈ ઈશ્ર્વર અને મુરારી હોવાનું અને પિતાનું ૧૫ વર્ષ પહેલા અવસાન થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યુંં હતું. પોલીસની વિશેષ તપાસમાં આઠેક દિવસ પહેલા મુરારીની બેન જયોતીની છેડતી કરવાના પ્રશ્ને ઠપકો આપતા ટબુ ઉર્ફે ઈશુ અને અનીલ ઉર્ફે પ્રફુલ સાથે માથાકુટ થઈ હોય ગઈકાલે સમાધાન કરવા માટે બન્ને પક્ષો એકઠા થયા હતા પરંતુ ત્યાં પણ તણખાં ઝરતા અને તે સમયે પોલીસ પણ પેટ્રોલીંગમાં નીકળતા સમાધાનમાં એકઠા થયેલા લોકો નાસી ગયા હતા. દરમ્યાન છેડતીના પ્રશ્ને થયેલા ડખ્ખાનો ખાર રાખી આજે બપોરે ધસી આવેલા ટ્રાફિક વોર્ડન સહિતના ત્રણ શખસોએ ઘરમાં ઘુસી દોઢ ડઝન જેટલા છરીના ઘા ઝીંકી મુરારીનું ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 
રાજકોટ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય ચાર માસમાં ૧૨–૧૨ હત્યાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. ગત તા.૫ જાન્યુઆરીએ ભુપત ઘોઘા બોળીયા, તા.૧૩ ફેબ્રુઆરીએ પુનમ દિનેશ પરમાર, તા.૨૩ જાન્યુઆરીએ હનીટ્રેપમાં જામનગરના વૃધ્ધ, તા.૧૭ ફેબ્રુઆરીએ તોસીફ સલીમ ઓડીયા, તા.૨૨ ફેબ્રુઆરીએ મનોજ પ્રેમજી વડીયા, તા.૨૩ ફેબ્રુઆરીએ હરેશ માધવજી મકવાણા, તા.૧૩ માર્ચના મહેશ રમેશ ઓડકીયા, તેજ દિવસે વર્ષા અશોક વાઢેર, તા.૨૦ માર્ચના પાર્થરાજ ઉર્ફે ગટીયો હરદેવસિંહ જાડેજા, તા.૫ એપ્રિલ ઈમરાન ઉર્ફે ઈમુ જુસબ તાયાણી, તા.૧૧ એપ્રિલ કુલદીપ ચાંપરાજ ખવડ અને તા.૨૭ એપ્રિલ (આજે) મુરારી કેશુ મકવાણાની હત્યાથી શાંતિપ્રિય રાજકોટ હચમચી ગયું છે.
નાનો ભાઈ ઈશ્ર્વર ઘરમાંથી નાસી જતાં બચી ગયો.
રાજકોટ : માડાડુંગર પાસે આવેલ ભીમરાવનગરમાં બેનની છેડતી કરવાના પ્રશ્ને ઠપકો આપનાર દલિત યુવાનની ત્રણ ભાઈ અને તેના પિતાએ દોઢ ડઝનથી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં આજે બપોરે હત્યામાં ભોગ બનનાર મુરારી અને તેનો ભાઈ ઈશ્ર્વર તેના ઘેર હતા ત્યારે હત્યારાઓ ટબુ ઉર્ફે ઈશુ, તેનો ભાઈ અનીલ, પ્રફુલ અને તેના પિતા ભરત છરી સાથે ધસી આવી મુરારીને છરીના ઘા ઝીંકતા નાનો ભાઈ ભાઈ ઈશ્ર્વર તેને જોઈ નાસી જતાં તે બચી ગયો હતો.
બાઈટ : પી એન વાઘેલા [ પીઆઇ આજીડેમ પોલીસ મથક રાજકોટ ]

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment