રાજુલા શહેરમાં ની શુલ્ક ડાયાલિસિસ સેન્ટર તેમજ જનરલ ઓપીડી સેન્ટર મંગળવારના રોજ ચાલુ કરાશે...

રિપોર્ટર (રાજુલા) : વિપુલ વાઘેલા 
રાજુલા શહેરમાં ડાયાલીસીસ તેમજ ઓપીડી સેન્ટર જે તદ્દન ની શુલ્ક સુવિધા મળવાની હોય જે સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે તારીખ 2.4.2019 ના રોજ સવારે 10 વાગ્યે થી શુભારંભ થશે રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા આ ત્રણ વિસ્તારમાં કિડનીના દર્દીઓને સારવાર માટે ડાયાલિસિસની વ્યવસ્થા આ વિસ્તારમાં ન હોવાથી આ દર્દીઓને ખૂબ જ દૂર સુધી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા જવાનું મોંઘુ પડતું હોવાના કારણે તેમજ વાહનોના ખર્ચા પણ મોંઘા પડતા હોય તેવા સમયે રાજુલામાં શ્રીરામકૃષ્ણ આરોગ્ય સેવા સંસ્થા ટ્રસ્ટ તેમજ પાર્થ ડાયાલીસીસ સેન્ટર અને ઓ.પી.ડી સેવા  શુભ પ્રારંભ 2.4.2019  ને મંગળવારના રોજ પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે થઇ રહ્યો છે જેમાં દરેક દર્દીને નિશુલ્ક સારવાર તેમજ દવા આપવામાં આવશે તેમજ શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં એક અધતન વીશાળ હોસ્પિટલનું ખાતમુરત કરવામાં આવશે ડાયાલીસીસ સેન્ટર તાત્કાલિક ચાલુ થાય તે માટે શ્રી દોલતરાય તુલસીદાસ દાણી ટ્રસ્ટનું બિલ્ડીંગ વિનામૂલ્યે વાપરવા આપવાનું ટ્રસ્ટી છે બીપીનભાઈ લહેરી અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા નક્કી કરેલ છે જેમાં અંગત રસ લઈ અને પાર્થ ગ્રુપ અને ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર રાજુલા જેમણે આ બિલ્ડિંગને રિનોવેશન કરાવીને જરૂરી સુવિધા ઉભી કરવામાં સાથ સહકાર આપેલ છે જેનો લાભ દર્દીઓને મળશે જેના કારણે દર્દીના સગા સંબંધીઓને મોટી રાહત તેમજ મોટા ખર્ચમાંથી બચત થશે આ સંપૂર્ણ સેવા રાજુલા શહેરમાં તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment