વધુ બે પ્રોહી. બુટલેગરોને પાસા ધારા તળે અટકાયત કરતી એલ.સી.બી. પુર્વ-કચ્છ, ગાંધીધામ

રિપોર્ટર (કચ્છ) :- બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર 
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SPશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા  જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર પાસા તળે અટકાયતી પગલા લેવા સુચના થઇ આવતા શ્રી ડી.બી.પરમાર પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી મહે. કલેકટર સાહેબશ્રી, કચ્છ-ભુજને મોકલાવતા, મહે. કલેકટરશ્રી, કચ્છ.-ભુજ દ્વારા પાસા દરખાસ્તા મંજુર કરી વોરન્ટો  ઇશ્યુ કરતા નીચે જણાવેલ ઇસમોને પાસા તળે અટક કરી હુકમ મુજબ જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. 
શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજા, રહે. વર્ષામેડી, તા.અંજાર - સાબરમતી  જેલ અમદાવાદ
હરિસિંહ જોરૂભા વાધેલા, મૂળ રહે. કીડીયાનગર, તા.રાપર હાલે દબડા, તા.અંજાર - મધ્યસ્થ‍ જેલ વડોદરા

          આ કામગીરીમાં એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી., એ.પી.જાડેજા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફનાં એએસઆઇ પ્રવિણસિંહ પલાસ, તથા હરપાલસિંહ જાડેજા, દલસીંગભાઇ કાનાણી, લક્ષ્મણભાઇ આહિર, કમલેશભાઇ ઓઝા તથા પોલીસ હે.કો. પ્રહલાદસિંહ ચુડાસમા, પુષ્પરાજસિંહ ગોહિલ, દેવરાજભાઇ આહિર તથા પો.કોન્સ્. બલભદ્રસિંહ જાડેજા, હેતુભા ભાટી નાઓ જોડાયેલ હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment