ભુજની એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ દ્વારા સેવાના 15 વર્ષ પૂર્ણ કર્યા છે કુદરતના તાંડવ સામે માનવીએ નવસર્જન નું ઉત્તમ કામ કર્યું

રિપોર્ટર (કચ્છ) :- બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર 
કચ્છમાં ફુદરતે તાંડવ રચ્યું અને ગોઝારા ભુકંપથી લાખો લોકો અસરગ્રસ્ત થયા અને હજારોના મૃત્યુ થયા… ફુદરતનાં આ તાંડવ બાદ માનવીએ નવરચનાનું કામ શરૂ કર્યું. વિનાશ પછીનો વિકાસ કરછની આ પેઢીએ જોયો છે. તબાહ થયેલ કચ્છનોં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે તે સાથે મેડિકલ સેવાક્ષેત્રોમાં પણ થયેલ વિકાસનાં ફળ આજે જિલ્લાનાં દર્દીઓને મળી રહ્યા છે. કચ્છમાં થયેલ વિનાશની પીડા વિશ્વમાં પણ સંભળાઈ અને વિશ્વની સૌથી મોટી એન.જી.ઓ. લાયન્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પણ કચ્છની વહારે આવ્યું અને લક્ષ્મી નિવાસ મિત્તલ LNM ગ્રુપનાં ત્રણ કરોડ રૂપિયાની સહાયતાથી ભુજમાં એક અદ્યતન હોસ્પીટલ બનાવવાનું નક્કી થયું. તારીખ ૧૧-૪-૨૦૦૪ થી LNM ગ્રુપ લાયન્સ હોસ્પીટલનું લોકાર્પણ થયું. સાથે સાથે ગુજરાત સરકારે પણ ઉદારતા બતાવી અને આ હોસ્પીટલ માટે બે એકર જમીન ફાળવી. આ જમીન સંપૂર્ણ પથરાળ હતી અને તેને દિવસરાત જેસીબી વગેરે લગાવી સપાટ બનાવી એક માનવ સેવા મંદિર ઉભું કરાયું. આ હોસ્પીટલ હવામાન ખાતાની બીલ્ડીંગની બાજુમાં નવી રાવલવાડી મધ્યે શરૂ કરાઈ. તે સ્થળ પસંદ કરવા પાછળ પણ અનેક વિચારણા કરવામાં આવી હતી. નવી રાવલવાડી મધ્યે આટલી મોટી હોસ્પીટલ બનાવવી શામાટે ? ત્યાં દર્દીઓ કઇ રીતે આવશે ? પણ લાયન ભરત મહેતા તથા તેમની તે સમયની ટીમે વિચાર્યું કે, ભુજનું મહાદેવ ગેટ, સ્વામીનારાયણ મંદિર, કલેક્ટર કચેરીનીં પૂર્વ બાજુ મેડીકલ સેવા માટે લેઉવા પટેલ હોસ્પીટલ તથા ભુજનીં જી.કે.જનરલ હોસ્પીટલ તથા હોસ્પીટલ રોડ ઉપર અનેક ખાનગી હોસ્પીટલો દ્વારા દર્દીઓને મેડીકલ સેવા મળે છે, પણ શહેરની પશ્ચિમે એક પણ મેડીકલ સેવા માટે કોઈ ફેસેલીટી નથી, તે સમયે અત્યંત દુર પથરાળ અને ડુંગરાળ જમીન ઉપર પણ મહેનત કરી હોસ્પીટલનું નિર્માણ કરાયું આ હોસ્પીટલનું નિર્માણ કરવા પાછળ દ્રષ્ટિ રહી કે મંગલમ ચાર રસ્તા તરફનાં વિસ્તારનાં ૮૦૦૦ જેટલા કુટુંબો રહે છે અને નવી રાવલવાડી વિસ્તારનાં લગભગ ૨૮૦૦ કુટુંબોનોં વસવાટ થયો છે તથા મિરઝાપર અને પશ્ચિમ કચ્છ તરફ્નાં વિસ્તારોને મેડીકલ સેવા આપવા આ સ્થળ ભવિષ્યમાં વધુ સુગમ રહેશે તેથી આ સ્થળ પસંદ કરવામાં આવ્યું. 
ખરેખર LNM લાયન્સ હોસ્પીટલ ચલાવવા માટૅ જાણીતી તમામ મુશ્કેલી જનક બાબતોનો રોજેરોજ સામનો કરવાનો થતો હતો તેમ હોસ્પીટલનાં ચેરમેન લાયન ભરત મહેતાએ જણાવ્યું હતું, પણ હિમત હાર્યા વગર આ હોસ્પીટલ દ્વારા જ કરછની શ્રેષ્ઠ સેવા કરવી છે તેવા સ્વપ્ન લઇ અને અવિરત કામગીરી લાયન ભરત મહેતા તથા ટીમે ચાલુરાખી.આ હોસ્પીટલ ચલાવતા અતુભવમાં જાણવા મળ્યુંકે કય્છમા કિડની ખરાબ થવાનાં અને તેથી ડાયાલીસીંસ કરાવતા અનેક દર્દીઓ કરછ બહાર જાય છે અને દર્દીઓનો સમગ્ર પરિવાર આર્થિક રીતે ખુવાર થતો રહે છે. આ બાબતેહજુ સુધી કોઈએ સર્વે કર્યું નથી પણ કચ્છમાં કીડની ડાયાલીસી સેવા શરૂ થઇ તે પહેલા ડાયાલીસીંસ કરાવતા કેટલા દર્દીઓ હતા ? તેમની આર્થિક સ્થિતિ કેવી રહી વગેરે સર્વે થયું હોત તો કચ્છમાં ઘણા સમય પહેલા ડાયાલીસીસ સેવા શરૂ થઈ હોત પણ કુદરતી સંકેત તથા વહીવટી અભ્યાસને લઈને ભુજનીં આ LNM લાયન્સ હોંસ્પીટલે તા. ૨૨-૧-૨૦૦૬ ના રોજ મુંબઈની એક હોસ્પીટલ પાસેથી બે ડાયાલીસીંસ મશીનો ટ્રાયલ-બેઈઝ ઉપર મેળવી |…કીડની ડાયાલીસીસની સેવાનો કચ્છમાં પ્રથમ વખત પ્રારંભ કર્યો. ૨૫ ડાયાલીસીંસ મશીનો ઉપરાંત ૨૧ મશીનોંનું આયુષ્ય પુરૂ થઈ જતાં તેને ડિસ્કાર્ડ એટલેકે સેવામાંથી હટાવી લેવાયા છે. આમ, તા. ૨૨-૧-૨૦૦૬ થી કિડની ડાયાલીસીસ સેવા શરૂ થઈ અને આજ દિવસ સુધીમાં ૯૫,૦૦૦ ડાયાલીસીસ આ હોંસ્પીટલે કરીને વિક્રમ સ્થાપ્યો છે. દર્દીઓને ડાયાલીસીસ દરમ્યાન ચા, કોફી-બીસ્કીટ વગેરે અપાય છે. ત્યારબાદ લેઉવા પટેલ. ભુજનીં જી.કે. જનરલ હોસ્પીટલ. માંડવી, ભચાઉ વગેરે સ્થળોએ ટ્રસ્ટો દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. 
આ કિડની ડાયાલીસી સેવા ઉપરાંત ૧૫ વર્ષની  સફર મા આંખ વિભાગ દ્વારા ૧૭૦૦૦ થી વધુ ઓપરેસનો વિનામૂલ્યે કરી અપાયા છે. જેમાં દરેક દર્દીઓને રહેવાનું જમવાનું ચશ્માં, દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. ૫૦૦૦ ઓપરેશન એવા કરાયા છે. તેના માટૅ લોકોએ ફી ચુક્વી છે. હાલે કિડનીં ડાયાલીસીસ વિભાગ સાથે સાથે ઓપીડી, દાંત વિભાગ, આંખ વિભાગ, અદ્યતન લેબોરેટરી, સાંભળવાની તકલીફ ચકાસવા માટે ઓડિયોમેટરી વિભાગ પણ હોસ્પીટલમાં સારી રીતે કાર્યરત છે… 
ભુજની જી.કે. જનરલ હોંસ્પીંટલનો પણ સહકાર લાયન્સ હોસ્પીટલને મળતો રહે છે. સરકાર દ્વારા જમીન આપવા ઉપરાંત ત્રણ કિલોમીટર દુરથી નર્મદાના પાણીની પાઇપલાઇન માટૅ કનેક્શન મંજુર કરીને આપવામાં આવ્યુ છે. સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા વિનોદભાઈ ચાવડાએ તેમનાં ફંડમાંથી એંમ્બ્યુલન્સોં અપાવી છે. આમ સમાજનાં અનેક વર્ગનો સહકાર મળેલ છે. આ હોસ્પીટલ ચલાવવા માટૅ મોટા ફંડની રૂપિયાની જરૂર પડે પણ હોસ્પીટલ તરફથી ક્યારેય કોઇ પાસે દાન મેળવવા માટૅ હાથ લંબાવવામાં આવ્યો નથી, પણ દાતાઓથી કરીને રીક્ષાવાળાઓ. મેકેનીક, સીનીંયર સીટીઝન્સનાં ગ્રુપ દ્વારા સ્વયં  હોંસ્પીટલની સેવા જોઈ ચારસો રૂપિયાથી કરીને લાખોની રક્મનાં દાન મળતા રહ્યા છે. લોકોનો દાતાઓનો આ ભરોસો હોસ્પીટલની સેવાને દોડતી રાખે છે. લાચન ભરત મહેતાએ સ્વપ્ન સેવ્યુકે ઉત્તમ મેડીકલ સેવા કચ્છ
ને મળે અને તેમનાં ગવર્નરશીપ દરમ્યાન આ હોસ્પીટલને તેજ ગતિથી પ્રગતિ તરફ દોરી ગયા. તેમનું આવનાર સમયનું સ્વપ્ન છે કે કચ્છમાં યુરૉલોજી એટલે કે પેશાબને લગતા તમામ રોગોનું નિદાન થાય, ઓપરેશનો થાય, તે માટે નળીયાદની મુળજીભાઈ પટેલ કિંડનીં હોસ્પીટલ સાથે વાટાઘાટ ચાલે છે અને કિડની બદલી કરવા સુધીની સેવા આ લાયન્સ હોસ્પીટલમાં ઉભી કરવાની નેમ છે.

સાથે સાથે હદયરોગને સબંધી અદ્યતન સારવાર થાય તે માટૅ પણ ખુબ જ પ્રતિષ્ઠિત હોસ્પીટલ સાથે ચર્ચા ચાલે છે, જે આ બે વિભાગ આગમી સમયમાં ક્ય્છનાં લોકોને ખુબ જ ઉપયોગી બની રહેશે તથા હોસ્પીટલની પાછળ ઓક્સિજન પાર્ક બનાવવાનુંઆયોજન પણ વિચારણામાં છે. હંમેશા કુદરત પણ સાથ આપે તો સેવા દિપી ઉઠે કિડની ડાયાલીસીસ માટૅ ખુબ જ જાણકાર એવા ટૅક્નીશીયનની જરૂર હતી તે સિતારામ સાપલેકર નામના મહારાષ્ટ્રીયન વ્યક્તિ… આ હોસ્પીટલમાં જોડાયા અને તેમણે જે સેવા આપી છે તે બહુમૂલ્ચ છે. સાથે સાથે શરૂઆતથી વહીવટી વિભાગનાં અધ્યક્ષા તરીકે જોડાયેલા વ્યોમા મહેતા તથા લાયન અભય શાહની કુશળતાએ આ હોસ્પીટલનું સંચાલન સરળ બનાવ્યું છે. હાલે ૫૦ જેટલા સેવા કમિઁ આ હોંસ્પીટલમાં કાર્યરત છે. ૪૦ બેડની હોસ્પીટલ જેમાં ૧૦૦ બેડ વધારી શકાય તેવી વ્યવસ્થા છે તે હોસ્પીટલનું વાતાવરણ ખુબ જ શાંત છે. પ્રકૃતિની ગોદમાં હરિયાળી વચ્ચે ખુબ જ કુદરતી વાતાવરણથી દર્દીઓને સુકુંન મળે છે. જે ડે-કેર હોસ્પીટલ છે, હવે થોડા સમયમાં ઇન્ડોર પેસન્ટ માટેની વ્યવસ્થા શરૂ થશે. આ હોસ્પીટલ મા ખાસ વૃક્ષારોપણ કરીને ઓક્સીજન પાર્ક બનાવવા જઈ રહી છે. જેથી એર પોંલ્ચુસનને નાથી શકાય. આવી આ હોસ્પીટલની સફર ને ૧૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે કરછનાં લોકોની મેડીકલ ક્ષેત્રે આકાંક્ષાઓ પૂર્ણકરવા હોસ્પીટલનાં અધ્યક્ષ લાયન ભરત મહેતા અને લાયન્સ પરિવાર અનેક બાબતો ઉપર વિચાર કરી રહ્યો છે. આવનારા સમયમાં આ બેનમૂન હોસ્પીટલ લોકોનાં દર્દ દૂર કરવા ક્ટીબધ્ધ છે પણ હાલે ૧૫ વર્ષની મંજીલ કાપી અને સ્થિર થયેલ આ હોસ્પીટલનો વહીવટ કરતા લોકોને ઘણું શીખવા મળ્યું છે. અનુભવ ખુબ જ કિંમતી છે, જેથી દર્દીઓની શ્રેષ્ઠતમ સેવા કરવા માટે મોટુ ભાથું બની રહેશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment