દેશનો મહા તહેવાર એટલે મતદાન

રિપોર્ટર (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર



આ લોકશાહીમાં મતદાન કરવું એટલે કે દરેક વ્યક્તિનો અધિકાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ અને તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર રેલવે જંકશન ના કમ્પાઉન્ડમાં 70x70 ફુટની મતદાન જાગૃતિ દ્રશ્ય કરતી રંગોળી બનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રેરિત કર્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતમાં પ્રથમ વાર આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે  માટે લોકો માં મતદાન જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે રાજેશ દ્વારા મતદાન કરવા માટે અને મતદાતાઓમાં જાગૃતતા આવે તે માટે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટી રંગોળી બનાવી છે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ જગ્યા ઉપર 70×70 ફૂટ ની રંગોળી બનાવી જેમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે. સાથે લોકશાહી ના મહાપર્વ માં યુવા મતદાર પણ આ ફરજ નિભાવે અને પોતાને ગમતા ઉમેદવાર ની પસંદગી કરે સાથે બીજા મતદારોને પણ મત આપવા માટે અપીલ કરી તેવું સુચન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના નોડલ ઓફિસર તેમજ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment