ચીફ બ્યુરો (બનાસકાંઠા) :- વસરામ ચૌધરી
વડગામ ગામના રાજમાર્ગો ઉપર રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વડગામ શહેરમા તા.૧૪-૦૪-૨૦૧૯ને ચૈત્ર સુદ નોમ ના પવિત્ર દિવસે ભગવાન રામચંદ્રજી ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી આ શોભાયાત્રા વડગામ ના રામજી મંદિરથી નીકળી હતી વહેલી સવારથી જ રામજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી તમામ ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને પોતાની જાતને ધન્ય કરી હતી
વડગામ ખાતે રામનવમી નિમિતે વર્ષો જુના રામજીમંદિરથી આખા વડગામ ખાતે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી.
બનાસકાંઠા ના વડગામ તાલુકાના વડગામ ખાતે વર્ષો જૂનું રામજીમંદિર આવેલું છે દરવર્ષે આ મંદિરે થી ભગવાન રામચંદ્ર ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વખતે પણ રંજીમંદિર ટ્રસ્ટ અને વડગામ ગ્રામજનો દ્વારા એક ભવ્ય શોભાયાત્રા નું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં બહોળી સંખ્યામાં ગ્રામજનો માતા બહેનો અને નવયુવાનો અને નના નાના ભૂલકાઓએ પણ ભાગ લીધો હતો. શોભાયાત્રા વડગામ સ્થિત રામજીમંદીર થી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને લોકો ડીજે અને ઢોલનગારાના તાલે નાચતે ગાતે શોભાયાત્રા ને વડગામ ગામે પ્રદક્ષિણા કરાવી હતી.રસ્તા માં એક મસ્જિદ પણ આવે છે ત્યાં વસતા મુસ્લિમ ભાઈઓએ પણ ભગવાન રામચંદ્ર નું ફુલહાર થી સ્વાગત કર્યું હતું પછી યાત્રા રણછોડજી મંદિરે જઈને ભવ્ય આરતી કરીને આગળ વધી વડગામ બસસ્ટેન્ડ થઇ ભોજકવાડી પાસે નીકળી હતી ત્યાં જગ્યા જગ્યાએ ગામની વૃદ્ધ માતા અને માહિલમંડલ ની બહેનોએ યાત્રાને ફુલહાર વડે શોભાવી પરત રામજી મંદિર આવી યાત્રા આરંભ કરી હતી. આ યાત્રા સર્વ ગ્રામજન કોઈ નાતજાત વિના સર્વ ધર્મની એકતાના પ્રતીક નું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

0 Comments:
Post a Comment