રિપોર્ટર (સામખીયાળી) :- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
સમગ્ર દેશની સાથે કરછ જીલ્લાની ઓળખ સમા ધર્મપ્રિય અને જીવદયાના હામી એવા સામખીયાળી ગામના સમગ્ર સનાતન હિંન્દુ સમાજ દ્વારા આજે રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સામખીયાળી નવરાત્રી મિત્ર મંડળના યુવાનો દ્વારા દર વર્ષે કરાતા આ આયોજનમાં આ વખતે બે રથ માં સમગ્ર શ્રી રામ ના પરીવારની વેશભૂષા માં બાળકો સાથે શ્રી રામચંદ્રજી ના વિશાળ કટઆઉટ અને બેન્ડવાજા સાથે જય જય શ્રી રામના જયઘોષ સાથે યુવાનો એ હર્ષ વ્યકત કર્યો હતો .રામ નવમીના આ પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા સામખીયાળી ગામના રામ મંદિરેથી પ્રજાપતિ વાસ, મોરીવાસ, જંગીરોડ, પ્લોટ વિસતાર, શાંતિનગર, અને મુખ્ય બજારમાંથી પરત રામ મંદિરે પહોંચેલી શોભાયાત્રા દરમિયાન ગામના જુના બસસ્ટેન્ડ પાસે યુવાનો દ્વારા જયશ્રી રામના જયઘોષ સાથે રાસની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે સમસ્ત નવરાત્રી મિત્ર મંડળના યુવાનોમાં શ્રી ભરતભાઈ દરજી, રામજી રાણાભાઇ બાળા, મેઘાભાઇ ડાયાભાઇ બાળા, પુર્વ સરપંચ જગદીશભાઇ મારાજ, નીતિનભાઈ રાવલ, લાલજીભાઈ બાળા, સાથે વહેપારી આગેવાન મોમાયાભાઇ બાળા, મુળજીભાઇ બાળા, સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઇ બહેનોએ હાજર રહી પ્રભુ શ્રી રામ જન્મ દિવસની ભવ્યાતિભવ્ય રિતે ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ સ્વ. કરમશીભાઇ રણમલભાઇ પ્રજાપતિ પરિવાર દ્વારા ગરમીમાં રાહત માટે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેછે જે અનુસંધાને આજે મીઠી લછી નું વિતરણ કરવામાં આવ્યુ હતું.

0 Comments:
Post a Comment