વડગામ ખાતે પણ ભીમ યુવા એકતા મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચીફ બ્યુરો (બનાસકાંઠા) :- વસરામ ચૌધરી 
સમગ્ર રાજ્ય માં આજે ડો બાબાસાહેબ આંબેડકર જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, આજે વડગામ ખાતે પણ  ભીમ યુવા એકતા મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય ભીમ ના નારા સાથે આજે ભવ્ય રેલી યોજાઈ હતી. 
બનાસકાંઠા જિલ્લા ના વડગામ ખાતે આજે ડો બાબાસાહેબ આંબેડકર ની 128 મી જન્મ જ્યંતી નિમિતે આજે વડગામ  ખાતે  ભીમ એકતા મંડળ દ્વારા જય ભીમ ના યુવકો એકઠા થઇ, આજે ડો બાબાસાહેબ આંબેડકર ની ભવ્ય ઉજવણી માટે આજે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં આ શોભાયાત્રા વડગામ નગર માં ફરી હતી અને જય ભીમ ના નારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ એક ભવ્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ભીમ યુવા એકતા મંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં  ભીમ એકતા મંડળ દ્વારા આવેલ મહેમાનો ને સાલ અને ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં  વડગામ  ભીમ એકતા મંડળ  વડગામ 
 તાલુકાના ના દલિત સમાજના સરપંચો તથા સમાજના વડીલો, આગેવાનોએ હાજર રહ્યા હતા. અને બાબા સાહેબે દરેક સમાજ માટે એક રાહ ચીંધ્યો છે, સમાજના નાનામાં નાના વ્યક્તિ, સમાજ માટે દિશા ચીંધી છે, સાચો માર્ગ બતાવ્યો છે. દેશના બંધારણ ની  અમુલ્ય ભેટ દેશ ને આપી છે. એના મૂલ્યોને સમાજ તથા દેશ વાસીઓ એ સમજી ને રાષ્ટ્ર ના વિકાસ મા સહભાગી બનવું જોઈએ. 128 મી જન્મ જ્યંતી ડો બાબાસાહેબ આંબેડકર વિષે માહિતી ગાર કરવામાં આવ્યા હતા. 


બાઈટ શૈલેષ સોલંકી 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment