અમરેલી જિલ્લામાં આજે તાપમાનમાં વધારો થયો હતો

રિપોર્ટર (રાજુલા) :- વિપુલ વાઘેલા
અમરેલી જિલ્લામાં આજે તાપમાનમાં વધારો થયો હતો અને ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાં પણ આજે તાપમાન વધુ હતું. ત્યારે અમરેલી ડીસીએફ, એસીએફ તથા આરએફઓ પાઠકના માર્ગદર્શન અને સૂચનાથી વનવિભાગ દ્વારા રાજુલા રેન્જમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં વધારાના 6 જેટલા પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 


જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા અહિ સિંહો તથા અન્ય વન્ય પ્રાણીઓ માટે અહીં દરરોજ નિયમિત પાણી ભરવા માટેનું આયોજન કરાયું છે. વનવિભાગ પાસેથી જાણવા મળતી વિગત મુજબ 40 ઉપરાંતની પાણીની ટાંકી-કુંડીઓ જેવા પોઇન્ટ આવેલા છે અને ખાસ કરી અહીં સિંહોનો વસવાટ ધીમે ધીમે વધી રહ્યો છે. જેના કારણે પાણી પીવા માટે નીલગાય અને સિંહો દરરોજ આવે છે. વહેલી સવારે અને સાંજે 5 વાગ્યા પછી સિંહો ગમે ત્યારે પાણીના પોઇન્ટ પર જોવા મળે છે. રાજુલા અને જાફરાબાદના ગ્રામીણ પંથકમાં સિંહો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઉનાળાની સીઝન અને ગરમીના કારણે સિંહોને પાણીની વધુ જરૂરીયાત રહે છે. ત્યારે ખાનગી ટેન્કરનો સતત મારો લગાવી રહ્યા છે બીજી તરફ રાજુલાના વાવડી વિસ્તારમાં પવનચક્કી મારફત પણ પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે અને મોટાભાગે ટેન્કર મારફત પાણી ભરાય રહ્યું છે અને કેટલીક જગ્યાએ ડુંગરાળ વિસ્તારની નીચે પાણીની કુંડીઓ ઉભી કરવામાં આવી છે અને કેટલીક જૂની કુંડીઓ પણ અત્યારે ગરમીના કારણે કાર્યરત કરાઇ છે. 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment