ડી.બી.વાઘેલા IGP બોર્ડર રેન્જ, ભુજ તથા પરીક્ષિતા રાઠોડ SP પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા ડી.બી.પરમાર પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી.
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે રાપર પાંજરાપોળની બાજુ, રાપર ખાતેથી નીચે જણાવેલ આરોપીઓને જણાવેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે.
ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ-83 કિં. રૂ.29050/- નો મુદામાલ કબજે કરી આરોપી (1) ખેતુભા ખોડુભા ગઢવી રહે. પાંજરાપોળ ની બાજુમાં, રાપર વાળા ને પકડી પાડી તથા (2) પરબત ભરવાડ, રહે. તકિયા વાસ, રાપર વાળો હાજર મળી આવેલ નહિ એમ કુલ-2 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશન તરફ સોંપવામા આવેલ છે.
આ કામગીરી એલ.સી.બી.ના પી.એસ.આઇ. એમ.એસ.રાણાની સૂચના મુજબ પી.એસ.આઇ. એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હરપાલસિંહ જાડેજા, દલસિંગભાઈ કાનાણિ,મહેન્દ્ર સિંહ બી. જાડેજા, દેવરાજભાઇ,નરશીભાઈ, હરપાલસિંહ ઝાલા જોડાયા હતા.


0 Comments:
Post a Comment