ચીફ બ્યુરો (કચ્છ):- ધનસુખ ઠક્કર
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SP શ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી વણ શોધ્યા ગુનાઓ શોધી કાઢવા સૂચના મળેલ હોય પો.ઇન્સ શ્રી ડી.બી.પરમાર સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પૂર્વ કચ્છ ની ટિમ આવા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્ન શીલ હતી દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે *એ.ડીવી.પો.સ્ટે.i ગુ.ર.ન 47/19 ipc કલમ 302 નો ગુનો જે પ્રથમથી જ વણ શોધાયેલો હોય અને આ કામે મરણ જનાર પરમહંસ રાજ મંગલ ને મોત ને ઘાટ ઉતારી ગુનો આચરનાર સગીર વયના કિશોરો બિહાર નાસી ગયેલ છે અને આજરોજ એક કિશોર ગાંધીધામ આવેલ છે.તેવી હકીકત મળતા મજકુર ને પૂછપરછ કરતા ગુનો કર્યાની કબૂલાત આપતા તેમજ અન્ય બે કિશોરો હાલ બિહાર જતા રહેલ હોવાનું જણાવતા અને ગુના ના કામે વાપરેલ મો.સા. નંબર Gj -12-CN- 1594. વાળુ સહ આરોપી ના પિતાજી નું હોવાનું જણાવતા સદર મો.સા. સુનિલ ધર્મેન્દ્ર ચતુર્વેદી પાસે થી કી. રૂ. 20,000/- ગણી કબ્જે કરેલ છે.અને કાયદા ના સંઘર્ષ માં આવેલ કિશોર તથા મુ.માલ. આગળ ની કાર્યવાહી માટે એ.ડીવી.પો.સ્ટે.ને સોંપેલ છે.
આ કામગીરી માં એમ.એસ.રાણા પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી., તથા પો.સબ. ઇન્સ એ.પી.જાડેજા એલ.સી.બી. સ્ટાફનાં રાજેન્દ્રભાઈ પરમાર ,નરશીભાઈ રબારી પુષ્પરાજસિંહ, જાડેજા, બલભદ્રસિંહ જાડેજા,લક્ષમણભાઈ આહીર, દેવરાજભાઈ આહીર, નરશીભાઈ રબારી, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ પલાસ, હેતુભા ભાટી, મહેન્દ્રસિંહ.બી. જાડેજા એમ બધા જોડાયેલ હતા.
0 Comments:
Post a Comment