ચીફ બ્યુરો (અમરેલી) :- યોગેશ કાનાબાર સાથે અશોક મણવર
રાજુલાના જાપોદર ગામ પાસે ભયંકર અકસ્માત થયેલ જેમાં એકનું મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ વહેલી સવારે રાજુલા નજીક 3 કિલોમીટર દૂર એક ગંભીર અકસ્માત થયેલ આ અકસ્માત ખુબજ વિચિત્ર થયેલ એક સાથે પાંચ વાહન નું અકસ્માતની આ ઘટના જાણ લોકોને થતાં ઘટના સ્થળે દોડી ગયેલ.....
અમરેલી જીલ્લાના રાજુલા નજીક જાપોદર ગામ પાસે ભયંકર અકસ્માત થયેલ જેમાં એકનું મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ વહેલી સવારે રાજુલા પાસે 3 કિલોમીટર દૂર એક ભયંકર અકસ્માત થયેલ નીી જાણ ગામ લોકોનેે થતાં ઘટના સ્થળે દોડી ગયેલ છે ત્યારે આ અકસ્માત પણ વિચિત્ર થયેલ જેમાં એક સાથે પાંચ વાહન નું અકસ્માતની ઘટના સ્થળે પોલીસ દોડી ગયેલ છે તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વહેલી સવારે રાજુલા નો પરિવાર અમદાવાદ થી રાજુલા આવી રહેલ હોય ત્યારે જાપોદર ગામ પાસે એક ગાય બચાવવા જતા તેમની ફોર વિલ ગાડી પલ્ટી ખાઇ ગયેલ પરંતુ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે તેેમજ સદ્ નસીબે કોઈ ને ઇજાઓ થયેલ નહીં પરંતુ ગાડી નીચે ખાડા માં ગઈ હોવાથી ત્યાં નીકળેલ મોટરસા યકલ પર યુવાનો નિકળિયા હતા તે સેવા માટે ઉભા રહેલ ને ફોર વિલ માંથી સામાન ઉતારવા માં મદદ કરવા લાગ્યા હતા આ દરમિયાન એક ટ્રક નિકળિયો તે પણ રાજુલા નો હોય જેથી તે પણ મદદ કરવા માટે ઉભા રહેલ ત્યારે રાજુલા વાળા ની જે ફોરવિલ ગાડી હતી તેમને તેમના પરિવાર માટે રાજુલા થી બીજી એક ફોરવિલ ગાડી મંગાવેલ જે આવી જતા તેમના પરિવાર ને લેવા માટે ટ્રક ની આગળ ના ભાગે પાર્કિગ કરેલ આ તમામ ઘટના માં કોઈ જાન હા ન હતી પરંતુ આ લોકો તેમના પરિવાર ને સમાન ફેરવતા હતા ત્યારે પાર્કિગ કારેલ ટ્રક કે જે સેવા કરવા ઉભા રહેલા તેની પાછળ પીપાવાવ નું ટેલર ફૂલ ઝડપ થી આવતા પાર્કિગ ટ્રક સાથે અથડાતા પાર્કિંગ ટ્રક જે ફોરવિલ ગાડી તેમના પરિવાર માટે મંગાવેલ તેની સાથે અથડાયા તે ફોરવિલ પાછી ખાડામાં ખાબકેલ અને જે મોટરસાયકલ વાળા હતા તેની સાથેે પણ અથડાતા એકનું મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ બે વ્યકતીઓ ગંભીર હાલતમાં મહુવા સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયેલ છેે ત્યારે હાલ અકસ્માતમાં ગૌતમભાઈ પૂંજાભાઈ ઉ.વર્ષ 21 નુ મોત થયેલ છે ત્યારે રાજુલાના રહેવાસી નું ઘટના સ્થળે મોત થયેલ છે તમામને 108 દ્વારા ખસેડાયેલ અને પોલીસ દ્વારા સતત આખી રાત રોડ ઉપર ફરજ બજાવી ને ટ્રાફિક ખુલો કરેલ હોવાનું યોગેશ કાનાબારે જણાવેલ..
0 Comments:
Post a Comment