ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટના અંબિકા ટાઉનશિપ જીવરાજ પાર્કમાં રહેતા પટેલ કારખાનેદારે પોતાની પત્ની અને પુત્ર ઉપર છરીથી હમલો કરી ગળાના ભાગે છરીથી ઈજા કરી પોતે પણ ઝેરી દવા પી લીધા બાદ સારવારમાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં કારખાનેદારનું મોત થયું હતુ. જ્યારે માતા-પુત્રની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું ચર્ચાય રહ્યું છે.
રાજકોટના જીવરાજ પાર્કમાં બી-104 શાંતિવનમાં રહેતા અને વીલના જોબવર્કનું કામ કરતાં રાજેશ કાંતિ વાછાણી એ પોતાની પત્ની સોનલબેન અને પુત્ર સાહિલ ઉપર આજે સવારે છરીથી હમલો કર્યો હતો. બન્નેના ગળાના ભાગે છરીથી ઈજા કયર્િ બાદ રાજેશભાઈએ પોતે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં રાજેશભાઈના પુત્ર સાહિલે આ બાબતે તેના માસા મનોજભાઈ ગોરધનભાઈ કટેશિયાને જાણ કરતાં 108 મારફતે ત્રણેયને રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું. આ ઘટનામાં સોનલબેન અને સાહિલને ગળાના ભાગે ઈજા થઈ હોય જેમાં સોનલબેનની હાલત ગંભીર હોય તેમને તાત્કાલીક ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ ક્ધટ્રોલમને કરવામાં આવતાં ફરજ પરના સ્ટાફે આ અંગે પોલીસ અધિકારીઓ તેમજ તાલુકા પોલીસ મથકને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ હિરેનભાઈ તથા નગીનભાઈ ડાંગર સહિતનો સ્ટાફ એસ્ટ્રોન ચોક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલે દોડી ગયો હતો અને આ ઘટના અંગે જરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું ચચર્ઈિ રહ્યું છે.કારખાનેદાર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા મુદ્દે તપાસ પોલીસે આ ઘટનામાં અલગ-અલગ દિશામાં તપાસ શ કરી છે. જોબવર્કનું કામ કરતાં રાજેશભાઈની આર્થિક સ્થિતિ બગડી હોય તેમણે પોતાના પુત્રની ફી ભરવા માટે પણ હાથ લાંબો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે આ ઘટનામાં વ્યાજખોરોનો ત્રાસ હોવાની બાબતે પણ પોલીસે તપાસ શ કરી છે. હાલ રાજકોટમાં વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયેલા અનેક પરિવારોનો માળો પીંખાઈ ગયો છે ત્યારે આ ઘટનામાં પણ વ્યાજખોરીની બાબત પણ પોલીસે નકારી ન હોય અને તે બાબતે પણ તપાસ હાથ ધરી છે.રાજેશભાઈ પાસે પુત્રની ફી ભરવા માટે પણ પૈસા ન હતા.જીવરાજ પાર્કમાં બનેલી ઘટનામાં પટેલ કારખાનેદારે પોતાના 19 વર્ષના પુત્ર સાહિલ અને પત્ની સોનલને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી આપઘાત કરી લીધાની ઘટનામાં હાલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં આર્થિક સ્થિતિ રાજેશભાઈની નબળી હોવાનું જાણવા મળ્યું હતું. મારવાડી કોલેજમાં બી-ફાર્મ કરતાં તેના પુત્ર સાહિલની ફી ભરવા માટે પણ રાજેશભાઈ પાસે પૈસા ન હોય થોડા વખત પૂર્વે જ તેમણે પોતાના સાઢુભાઈને આ બાબતે વાત કરી હતી. આ ઘટનામાં પારિવારિક આર્થિક સ્થિતિના કારણે આ બનાવ બન્યાનું ચચર્ઈિ રહ્યું છે.
બાઈટ : જે એસ ગેડમ [ એસીપી રાજકોટ ]
0 Comments:
Post a Comment