પ્રાથળ પંથકના વિશ્ચ પ્રસિદ્ધ વ્રજવાણી ગામે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

રિપોર્ટર (રાપર) :- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ

શ્રી સતિસ્મારક રાધેકૂષ્ણ મંદિર આયોજિત વ્રજવાણી મહોત્સવ અંતર્ગત શ્રી મદ્ ભાગવત કથા ૧૦૮ સંહિતા પોથી પારાયણ નુ શ્રી વ્રજવાણી ઐતિહાસિક સ્મારક ચેરીટેબલ ટ્રસ્ટ સમિતિ ના નેજા હેઠળ વક્તા સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ના વ્યાસાસને આજે તારીખ ૬ - ૪-થી પ્રારંભ થશે જે તારીખ ૧૨ - ૪ ના વિરામ પામસે એ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવેલ છે. 
          રાપર તાલુકાના પવિત્ર યાત્રાધામ,અને જે ગામના નામનો સીધ્ધો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે એવા વ્રજવાણી ધામે, નાનામાં નાની વ્યક્તિ પણ પોતાનુ યોગદાન આપી સહયોગી બની શકે, તે માટે ૧૦૮ જેટલી શ્રીમદ્ ભાગવત સંહિતા, પોથી પારાયણો નુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
     તો આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગુજરાતી લોકસાહિત્ય સાથે નવતર પ્રકારના હાસ્ય નુ સર્જન કરી, આખુકુંટુંબ સાથે બેસીને માણી શકે, એવી ગુજરાતી જોક્સને ગરીમા અપાવવા સાથે સમગ્ર વિશ્વના ગુજરાતી ઓમાં આદર ધરાવતા, અને દરેક વયના લોકોમાં   પ્રિય એવા  લોકસાહિત્યકાર માયાભાઈ આહિર  તારીખ ૭-૪-ના રાત્રે દશ વાગે વાગડની આ વ્રજભૂમિમાં આહિરાત ની યાદો સાથે પોતાની આગવી હાસ્યશૈલીથી ડાયરાને ડોલાવશે.

      તારીખ ૯-૪ ના રાત્રે નવ કલાકે શ્રી રાધે કાન ગોપી રાસ સાથે ભાયાવદર ગ્રુપના કલાકારો દ્વારા રાસની રમઝટ જામશે આ પ્રસંગે બહારથી પધારેલા મહેમાનો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથાગાન દરમ્યાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રેહશે એવું સમિતિના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment