શ્રી સ્વામિનારાયણ મંદિર સુરત અમરોલી દ્વારા પ્રસારિત।..

રિપોર્ટર (સુરત) :- નરેશ ડેર
વડતાલ મંદિરમાં ગુડી પડવા પર્વ અનુરુપ
માતાજી તથા દેવોના ગુડી ધજા સાથે
દર્શન થશે અને લીમ્બતરુનો પર્ણરસ અને
સાકર ધરાવાશે.
• ગુડી પડવાથી બ્રહ્માજીએ સૃષ્ટિ
  રચવાનો આરંભ કર્યો હતોઃ
• ભગવાન શ્રી રામ અને યુધિષ્ઠિરનું ગુડી પડવાના પવિત્ર દિને
  રાજ્યારોહણ થયું હતુંઃ વાનરરાજ વાલીના વધનું વિજય પર્વ એટલે ગુડી  પડવોઃ
• ભગવાન વિષ્ણુએ ગુડી પડવાએ મત્સ્યાવતાર ધારણ કર્યો હતોઃ

૧ ગુડી પડવાના દિવસે મંદિરમાં લીમડો અને સાકર નો પ્રસાદ આપવામાં આવે છે. તેની પાછળ હંમેશા મધુર ભાવના છુપાયેલી હોય છે. તેનો અર્થ એ થાય છે કે જીવનમાં હંમેશા ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુખ આવે છે. સુખ ની પાછળ દુખ હોય છે અને દુખ ની પાછળ સુખ આવે છે.

૨. આમ તો લીમડો કડવો હોય છે પરંતુ આ દિવસે તેને પ્રસાદ ના રૂપમાં સેવન કરી શકાય છે, આ દિવસે લીમડો ખાવો એ દર્શાવે છે કે શરૂઆતમાં કષ્ટ આપી પછી કલ્યાણ કરનાર માંથી આ એક છે. લીમડાનું સેવન કરનાર લોકો હમેશા નીરોગી રહે છે. એટલે કે લીમડો ભલે ગમે એટલો કડવો લાગે પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે એ ખુબજ લાભદાયી સાબિત થાય છે.

*૩. લીમડા નું સેવન એ દર્શાવે છે કે કેટલા પણ વિચારો નું આચરણ ભલે ગમે તેલુ દુખ દાયક કે કષ્ટ દાયક હોય એ કદાચ લીમડાની જેમ કડવું પણ હોઈ શકે છે, પરંતુ એ વિચાર જીવન માટે ઉત્તમ પણ હોઈ શકે છે. *

*૪. સુંદર અને સાત્વિક વિચારો વાળા હંમેશા માનસિક અને બૌધિક રૂપથી આરોગ્ય રહે છે. તેમનું જીવન નીરોગી બની રહે છે. અને તે પ્રગતિના રસ્તા પર હંમેશા આગળ વધતો રહે છે. *


*૫. લીમડો એ પણ જણાવે છે કે જીવન માં કેટલા પણ કડવા ઘૂંટડા પીવા પડે તો એવી પરિસ્થિતિ માં પણ પોતાની જાતને કેવી રીતે સંભાળવી. *
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment