ગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ નવી કલેકટર કચેરીમાં રિટનિગ ઓફિસર ડો.રાહુલ ગુા સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા 
લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ નવી કલેકટર કચેરીમાં રિટનિગ ઓફિસર ડો.રાહુલ ગુા સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું અને ડમી ઉમેદવાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ફોર્મ ભર્યું છે. કગથરાએ ફોર્મ ભર્યું ત્યારે બ્રિજેશ મેરજા, મહેશ રાજપૂત, જાવેદ પીરઝાદા અને ડાયાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની માફક કોંગ્રેસે પણ ફોર્મ ભરતાં પૂર્વે બહુમાળી ભવન ચોકમાં જાહેરસભા યોજી હતી અને શકિત પ્રદર્શન કર્યું હતું. જાહેરસભાને સંબોધતાં કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપનો ગઢ છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આપણે આ ગઢ તોડીને બતાવીશું. પાકવીમાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. નોટબંધીના કારણે ૧.૧૦ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે, યુવાનો બેકાર રખડે છે, ભાજપે યુવાનો, ગામડાંઓ અને ખેડૂતોને બરબાદ કરી દીધા છે. જામનગરના બ્રાસપાર્ટ, જેતપુરના સાડી ઉધોગ અને રાજકોટના ઓટો પાર્ટસ ઉધોગને આ સરકારે ભાંગી નાખ્યો છે. ભાજપના ઉમેદવાર ખુદ સિરામિક એકમ ધરાવતા હોવા છતાં મોરબીના સિરામિક ઉધોગના પ્રશ્નોને કેન્દ્ર સરકારમાં રજૂ કરી શકયા નથી કારણ કે, ભાજપમાં ગયા બાદ તે મીંદડી બની ગયા છે. ભાજપને મત આપવો એ પાપ સમાન છે. જો કોઈ અધિકારી કે કર્મચારી હેરાન–પરેશાન કરતાં હોય તો મારું નામ આપજો અને અધિકારી ઉભો ન થઈ જાય તો મને કહેજો. નોટબંધીએ લોકોને છતે પૈસે ભીખારી બનાવી દીધા હતા. નોટબંધી દરમિયાન કોઈ કરોડપતિ લાઈનમાં જોવા ન હતો મળ્યો તેમ જણાવતાં લલિતભાઈ કગથરાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમે બધા કાર્યકરો દિલ દઈને કામે લાગી જાઓ તેવી મારી અપીલ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આપણા ઉમેદવારે ગ્રેયુએટ છે અને સામેના ઉમેદવાર માત્ર ૮ ધોરણ પાસ છે. ચોકીદારો જ ચોર હોવાથી ગઈકાલે ભાજપની સભામાં અનેકના ખીસ્સા કપાયા હતા. જો કોઈ અધિકારી કોંગ્રેસના કાર્યકરને દબાવે તો લલિતભાઈને ન કહેતાં મને કહેજો. રાજકોટ જિલ્લા કલેકટરે મને તુકારો દીધો પછી શું પરિણામ આવ્યું તે વીડિયો જોઈ લેજો. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ જણાવ્યું હતું કે, જો ભાજપ તમામ બેઠકો જીતતું હોય તો અમારા ૬ ધારાસભ્યોને શા માટે ‘જમાઈ’ બનાવ્યા ? સાબરિયા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ભ્રષ્ટ્રાચારી અને હવે ભાજપમાં જવાથી જાણે ગંગા સ્નાન કરી લીધું હોય તેમ ચોખ્ખા થઈ ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત બ્રિજેશભાઈ મેરજા, જશવંતસિંહ ભટ્ટી, ભોળાભાઈ ગોહેલ, હેમાંગભાઈ વસાવડા, મનસુખભાઈ કાલરિયા સહિતનાઓએ પ્રવચનો કર્યા હતા. આભારવિધિ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરાએ કરી હતી ભાજપના મોહનભાઈ કુંડારિયા સાંસદ બન્યા પછી મીંદડી બની ગયા છે અને પોતાના જ સિરામિક ઉધોગના પ્રશ્નો કેન્દ્ર સરકારમાં રજૂ કરી શકતા નથી: લલિત કગથરાજસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બનેલા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવસરભાઈ નાકિયાએ લલિતભાઈની અટકમાં કગથરાને બદલે ‘કંગસરા’નો ઉચ્ચાર કરતાં શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કલેકટર સહિતના અધિકારીઓ સંબંધે ઉદબોધનમાં કોંગ્રેસના અનેક આગેવાનો ભાષાકિય સંયમ ગુમાવી ચૂકયા હતા ફોર્મ ભરતી વખતે માત્ર પાંચ વ્યકિતને એન્ટ્રી હોય છે પરંતુ કલેકટરની ચેમ્બરમાં આખું ધાડું આવી ગયું હતું અને તેમને બહાર કાઢવા પડયા હતા કોંગેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવી જતાં મેઈન ગેટ ઉમેદવારની એન્ટ્રી પછી બધં કરવો પડયો હતો. ઉમેદવારના નામે જો કોઈ ગુના હોય તો તેની જાહેરાત ઉમેદવારે પોતાના ખર્ચે અખબારમાં ત્રણ વખત આપવાની થાય છે તેવી કલેકટરે આજે એમને જાણ કરી હતી.તા.૮ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને તા.૮ના બપોરે ૩–૧૫ કલાકે ઉમેદવારો સાથે કલેકટર તત્રં મિટિંગ કરીને ખર્ચ સહિતની વિગતોની જાણકારી આપશે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment