રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા
મેયર અને કમિશનરના આદેશથી ચકરડી ઝોન દૂર કરાતાં ભારે હોબાળો મચી ગયો છે. ધંધાર્થીઓ તે જ સ્થળે ઉભા રહેવાની માગણી કરી રહ્યા છે. બીજી બાજુ ત્યાં આગળ મોનિગ વોક અને ઈવનિંગ વોકમાં આવતાં ધંધાર્થીઓ ચકરડીઓ અને અન્ય રેંકડીઓને કારણે ન્યુસન્સ ફેલાઈ રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે.ચકરડી ઝોનને હોકર્સ ઝોન તરીકે માન્યતા અપાઈ હતી અને ત્યાં ઉભા રહેતાં દરેક ધંધાર્થી પાસેથી દર મહિને રૂા.૫૦૦ વસૂલીને તેમને પહોંચ આપવામાં આવતી હતી પરંતુ ૩૦ની મંજૂરી સામે ૪૭થી વધુ ચકરડીઓ અને રેંકડીઓ ઉભી રહી જતાં હાલના તબક્કે આ ઝોન રદ કરાયો છે. એક તરફ ઉનાળો અને વેકેશનની મોસમ છે ત્યારે જ ઝોન રદ કરાતાં પેટીયું રળતાં ધંધાર્થીઓમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે.

0 Comments:
Post a Comment