જુનાગઢ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ દસાડીયા
ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે જુનાગઢ જીલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૦૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૬૬ પોકસો એકટ કલમ ૫,૬,૮ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો રામદેવસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.૨૫ રહેવાસી રાજકોટ, હાલ બ્લોક નં. ૦૩ રૂમ નં. ૧૦૪૬ સીતારામ ચોક ભરતનગર ભાવનગર વાળાને ગંગાજળીયા તળાવ હેવમોર ચોક ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. જેનો કબ્જો મેળવવા ચોરવાડ પોલીસ દ્રારા તજવીજ કરવામાં આવેલ છે.

        આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શનથી એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહીલ પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment