હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળ જાળ ગરમીનો કહેર વરસી રહ્યો છે ત્યારે એક વિડિયો વાઇરલ થયો

રિપોર્ટર(સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળ જાળ ગરમીનો કહેર વરસી રહ્યો છે ત્યારે એક વિડિયો વાઇરલ થયો હોવાનું બહાર આવ્યું હતું હાલ ગુજરાતભરમાં ૪૩ સેલ્સિયસ તાપમાન નો પારો ચડી ગયો છે જનજીવન ખોરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે અસંખ્ય ચકલાઓ આ ગરમીના કારણે મરેલા પડેલા હોય તેવો વીડિયો વાયરલ થયો છે .આ મરેલા ચકલા નો ઢગલો જોઈને પક્ષી પ્રેમીઓમાં પક્ષી પ્રત્યેની લાગણી ઉભરાઈ રહેલ છે.
ત્યારે આ વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ વીડિયોમાં અનુરોધ કરી જણાવી રહ્યો છે કે આ પાણી વગર ચકલાઓ તડપલા મારી મરી રહ્યા છે તો ઘરના આંગણે તથા અન્ય જગ્યાએ પાણીના કુંડલા ભરી રાખવા જેથી પર્યાવરણ નો એક ભાગ સચવાઈ રહે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment