રાજુલાથી મુંબઇ સુધીના રૂટની એસટી બસ સુવિધા આપવામા આવતી ન હોય મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

રિપોર્ટર(રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલાથી મુંબઇ સુધીના રૂટની એસટી બસ સુવિધા આપવામા આવતી ન હોય મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહીથી અનેક ખાનગી બસો મુંબઇ દોડે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા પણ આ સેવા શરૂ કરવામા આવે તેવી મુંબઇ ગુજરાતી સમાજ દ્વારા રજુઆત કરવામા આવી છે.
મુંબઇ ગુજરાતી સમાજના પ્રમુખ મનુભાઇ મહેતા દ્વારા આ બાબતે કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, મહુવા, અમદાવાદ સહિતના શહેરોમા મુંબઇ માટે એસટી બસની સુવિધા છે. ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમાથી પણ મુંબઇ માટે બસ દોડાવવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી. રાજુલા જાફરાબાદ પંથકમા અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. અહીથી મોટી સંખ્યામા પરપ્રાંતિય લોકો પણ રોજીરોટી મેળવે છે. અહીના અનેક લોકો પણ મુંબઇ સ્થાયી થયા છે. રાજુલાથી અનેક ખાનગી બસો મુંબઇ સુધી દોડે છે અને પુરતા પ્રમાણમા ટ્રાફિક પણ મળી રહે છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment