રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ગઇકાલે અમાસની રજા બાદ આજે ખુલતી બજારે ભાવ ઉંચકાયા છે અને લીંબુના ભાવ પ્રતિ કિલો દીઠ રૂા.૧૦૦

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા 
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ગઇકાલે અમાસની રજા બાદ આજે ખુલતી બજારે ભાવ ઉંચકાયા છે અને લીંબુના ભાવ પ્રતિ કિલો દીઠ રૂા.૧૦૦એ પહોંચ્યા હોવાનું શાકભાજી વિભાગના વેપારી વર્તુળોએ  વાતચીતમાં જણાવ્યું હતું. વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે ઉનાળાના આરંભે સ્થાનિક ગ્રામ્ય આવકો ઘટી જતાં રાજકોટના ૧૭ લાખ શહેરીજનોની માગને પહોંચી વળવા હવે આંતર જિલ્લા અને આંતર રાય આવકો શરૂ થઇ છે. આગામી દિવસોમાં શાકભાજીનું બજાર હજુ વધુ ઉંચકાય તેવી સંભાવના છે. ઉનાળામાં લીંબુનો વપરાશ અને માગ વધી છે તેની સામે આવકો ઓછી હોય લીંબુનો કિલોનો ભાવ રૂા.૧૦૦એ પહોંચ્યો છે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment