રિપોર્ટર (રાપર) :- દિપુભા જાડેજા સાથે ધનસુખ ઠક્કર
રાપર પંથકમાં ખાણ ખનીજ એટલી બેકાબુ અને હદ બારે ગઈ છે કે અધિકારીઓનો પનો પણ ટૂંકો પડેછે તો તાલુકામાં સાચી રોયલ્ટી ધરાવનાર પાંચ થી છ જણા જ છે અને તે છ લીઝ માંજ ૩૫૦ થી પણ વધારે ગેરકાયદેસર ખાણો ધમધમે છે! જે દર્શાવે છે કે અહીં વર્ષે કે મહિને તો ઠીક અઠવાડિયા માં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ખુલ્લેઆમ રાત દિવસ થઈ રહી છે. જેમાં પૂર્વ કચ્છ પોલિસની તમામ એજન્સીઓ તથા પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ સીધો દોરાયેલો નજરે પડે છે. તો રાપર મામલતદાર ખાતુંતો ભ્રષ્ટ છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી કારણ કે પાંચથી છ રોયલ્ટી માં જો ૩૫૦ ઉપર ખાણો ધમધમતી હોય તો સરકાર ને કેટલું નુકસાન આવે તે નજર સામે જ છે. જો ઉચ્ચ કક્ષાએથી જ ઓચિંતું ચેકીંગ હાથ ધરાય તો અનેક ખાણ ખનીજ અધિકારીઓ તથા પોલીસ વિભાગમાં વિવિધ એજન્સીઓમાં બની બેઠેલા સાહેબોના પગ નીચે સીધો રેલો આવે તેમ છે. અને સસ્પેન્ડ નહિ પણ સીધા ઘર ભેગા થાય તેમ છે. કારણ કે રાપર તાલુકાના ગમે તે ગામોમાં જાઓ ખુલ્લેઆમ મસમોટા હિટાચી મશીનો દિવસ રાત ધમધમી રહ્યા છે તો કેટલાક લોકો પાસે સાઇકલ લેવાની ઓકાદ નહોતી તે આજે બે થી વધારે હિટાચીઓ તથા જીસીબી મશીનો માલીકો બની ગયા છે. અને ખુલ્લેઆમ વાગડ ના વગડાને ખોદવા નીકળી પડ્યા છે.જે આજે મોટી મોટી બડાઈઓ મારી રહ્યા છે કે અમારી ગાડી કે સાધનો ડિટેન કરવાની વાતતો દૂર રહી ઉભા રખાવવા ની પણ કોઈ તંત્રની તાકત નથી! તેવી બડાઈઓ મારી રહ્યા છે ત્યારે ગાંધીનગરની ટિમો કે પછી વિજીલિયન્સ જ આવા લોકો ને અને પૂર્વ કચ્છના અધિકારીઓને ઠીક કરી શકે તેમ છે તેવું રાપર તાલુકાના લોકોનું કહેવું છે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ પણ છે.તો તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે કે ઐસેહી ચલતા હૈ?!

0 Comments:
Post a Comment