બારડોલી માં 200 લિટર ભૂરા કેરોસીન ભરેલી મારુતિવાન સાથે એક ઝડપાયો

ચીફ બ્યુરો : સુરત

સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો બારડોલી તથા મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બારડોલી મહુવા રોડ ઉપર એક મારુતિ વાન ઝડપી પાડી તેમાંથી 200 લિટર કેરોસીન કબ્જે કરી એક આરોપીની પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસો બારડોલી તેમજ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એક સફેદ રંગની મારુતિવાન શંકાસ્પદ હાલતમાં જણાય આવતા એસઓજી પોલીસે મારુતિવાન અટકાવી તપાસ કરતાં મારુતિવાનમાં એક લાલ રંગના મોટા બેરલમાં 200 લિટર ભૂરું કેરોસીન મળી આવ્યું હતું. પોલીસે આ કેરોસીનની હેરાફેરી કરનાર ચેતન પ્રકાશ કુમાવત (રહે, કુંભાર ફળિયા,બારડોલી) નાઓની ધરપકડ કરી કેરોસીન આપનાર નિઝરના તેજમલ નાઈને વોંટેડ જાહેર કરી પોલીસે કેરોસીન કિંમત રૂ.10,000, મોબાઈલ કિંમત રૂ, 4,000, મારુતિવાન અને અન્ય રોકડ રકમ મળી 74,520 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment