સામખીયાળી પોલીસ સ્ટાફ તથા બોર્ડર વિંગના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું

રિપોર્ટર (સામખીયાળી) :- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર




સામખીયાળી પોલીસ સ્ટાફ તથા બોર્ડર વિંગના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું  આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ ભય મુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે બોર્ડર રેન્જ આઇ.જી.પી. ડી.બી. વાઘેલા ના માર્ગદર્શન તેમજ પરીક્ષિતા રાઠોડ  એસ.પી. પૂર્વ કચ્છની સૂચના અનુસાર સામખયારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એમ. ઝાલા, પી.એસ.આઇ. વાય.જે. ઝાલા, કિશોરભાઈ ડોડીયા, નિતેશ દાન ગઢવી તથા બોર્ડર વિંગના સ્ટાફ સાથે સામખયારી પોલીસ સ્ટેશન વિસ્તારના સામખયારી, લલિયાણા તેમજ આધોઈ વિસ્તારમાં પૂર્વ કચ્છમાં ફાળવેલ બોર્ડરવીંગની કંપનીના માણસો તથા અધિકારીઓ તથા સામખયારી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિવિધ ક્રિટિકલ બુથ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવેલ હતું.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment