કચ્છ લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન

ચીફ બ્યુરો (મોરબી):- રફીક અજમેરી 
બાઈક રેલી સાથે સભાને સંબોધન કરતા નરેશ મહેશ્વરી: ભાજપ પર પ્રહાર
વિજય માલ્યા, મોદી દેશને લુંટીને જતાં રહા ત્યારે ચોકીદાર ક્યાં હતા: નરેશભાઈ મહેશ્વરી 
મોરબી : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકારણ પણ ભારે ગરમાવો જોવો મળી રહો છે. લોકસભા ચુંટણીના જંગમાં પ્રચાર અભિયાન વેગવંતુ બની રહ્યું છે અને કચ્છ લોકસભા બેઠક પરથી કોગ્રેસ ના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરીના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું .આ તકે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. 
કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરીના પ્રચાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કચ્છ ના વિપક્ષ નેતા વી. કે.હુંબલ,પ્રદેશ આગેવાન હાજી જુમાભાઈ રાયમા,પ્રદેશ અનુ.જાતિના વાઈસ ચેરમેન દાનાભાઈ બડગા,કચ્છ અનુ.જાતિના ચેરમેન પ્રાણલાલ નામોરી,કચ્છ જિલ્લા મહિમા મોર્ચાના મહામંત્રી સલમાબેન ગંઢ,કચ્છ પ્રવકતા દિપકભાઈ ડાંગર,કચ્છ જિલ્લા મંત્રી,ભચાઉ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ મનજીભાઈ રાઠોડ,શંકરભાઈ દનિચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
         મોરબી કોગ્રેસના વિવિધ આગેવાનો અને બહોળી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરોએ શહેરના સર્કીટ હાઉસ પાસે થી બાઈક રેલી યોજી ચુંટણી પ્રચાર સાથે સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. આ તકે નરેશભાઈ મહેશ્વરીએ ભાજપ પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે નોટબંધી સહિત ની તમામ યોજનાઓ નિષ્ફળ નિવડી છે. અને પેટ્રોલ, ડિઝલ, અને રાંધણગેસ માં દિન પ્રતિદિન ભાવ વધારી દેશના નાગરિકો સાથે ખુલ્લેઆમ લુંટ ચલાવી રહા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ તકે વિ. કે. હુમલે કાળાનાણા, અને એક માથાની સામે દસ માથા લાવવાના વાયદા મુદે સરકાર પર પ્રહારો કર્યા હતા. વિવિધ મહાનુભાવો એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રહાર કરતાં કહુ હતુ કે સરકારે કચ્છ ની સરકારી હોસ્પિટલ પોતાના મળતિયાને સોંપી દઈ મેડીકલ કોલેજના નામે બિઝનેસ ચલાવી રહ્યા છે.  ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકારણ પણ ભારે ગરમાવો જોવો મળી રહો છે. લોકસભા ચુંટણીના જંગમાં પ્રચાર અભિયાન વેગવંતુ બની રહ્યું છે ચુંટણી પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે અને સભાઓમાં કોગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોગ્રેસના વિકાસના ગુણગાન ગયા હતા તેમજ  મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ નજીક પ્રચાર કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, જિલ્લા પંચાયત-મોરબીના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, રાજુભાઈ કાવર, મોરબી શહેર કોગ્રેસ પ્રમુખ રમેશભાઈ રબારી, જયંતીભાઈ જેરાજ ,પોલાભાઈ એરવાડીયા સહિતના બહોળી સંખ્યામાં અગ્રણીઓ ,આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 
બોકસમાં લેવું: સભ્યોની નારાજગી આવી સામે

કચ્છ લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટનના દિપ પ્રાગટ્યના સમયે પ્રોટોકોલના નામે જિલ્લા પંચાયત ના સભ્યની અવગણના થતાં રીસાઈ ગયાં હતાં.અને સભા મંડપ છોડી જતાં રહા હતા. જો કે ત્યાં હાજર મોરબી-માળીયાના ઘારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજાએ કાલાવાલા કરી સભ્ય ને મનાવી લેતાં ધી ના ઠામ માં ધી પડી ગયું હતું. પરંતુ  આવનાર દિવસોમાં આ સભ્ય ની નારાજગી કેવું કામ કરશે તે તો હવે આવનારા દિવસોજ બતાવશે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment