ઇડર શહેર વિસ્તારમાંથી ગંજીપાનાનો તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી તથા જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ રૂપીયા ૩૭૯૦૦/- તથા મોબાઇલ નંગ-૮ ની કિ .રૂ.૨૩૦૦૦/- તથા વાહન -૪ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩,૬૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ૧૩ આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. સાબરકાંઠા

રિપોર્ટર (સાબરકાંઠા) :- સુનીલસિંહ પરમાર
આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓને સાબરકાંઠા જીલ્લામાં પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના આપેલ જેસુચના અન્વયે એલ.સીબી શાખાના પો.ઇન્સ.શ્રીવી.આર. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ બી.યુ.મુરીમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી હકીકત મેળવી જુગાર તથા પ્રોહિબીશનની પ્રવુત્તી અંગે અસરકારક કામગીરી કરવા નેટવર્ક ગોઠવેલ જે આધારે બાતમી રાહથી હકીકત મળેલ કે ઇડર મધુવન સોસાયટી આનંદનગરમાં રહેતા કૃણાલ પ્રદીપભાઇ રાવલનાઓ બહારથી પોતાના રહેણાંક ઘરમાં કેટલાક માણસોને બોલાવી નાળ કાઢી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.”  જે હકીકત આધારે એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી બી.યુ.મુરીમા તથા  એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) કૃણાલ પ્રદીપભાઇ રાવલ રહે. ઇડર૧૭/મધુવન સોસાયટી આનંદ નગર વિસ્તાર, ઇડર તા.ઇડર (૨) વિપુલકુમાર અનીલકુમાર શાહ રહે. ૩૯/આવકાર સોસાયટી , આનંદ નગર, ઇડર  (૩) હેમંતકુમાર બાબુભાઇ પરમાર રહે. ભાંભીવાસ નં.ર ઇડર તા.ઇડર (૪) પીન્કલભાઇ બાબુભાઇ શાહ રહે. જુની કન્થાશાળા વિધ્યાલય,ઇડર તા.ઇડર (૫) બચુભાઇ સાગરભાઇ ઠાકોર રહે. રેલ્વેફાટક પાસે ,બાલવા તા. જી. ગાંધીનગર (૬) નવઘણભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે ,બાલવા તા.જી.ગાંધીનગર (૭) ભીખાજી ગાંડાજી ઠાકોર રહે.બસ સ્ટેન્ડ પાસે,  વેડા તા.માણસા જીલ્લો ગાંધીનગર (૮) રમેશભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે , બાલવા તા.જી. ગાંધીનગર (૯) પ્રવીણભાઇ કાંતીભાઇ રાવળ રહે. ૧૦૮/શીવમ સોસાયટી ,ઇડર તા. ઇડર (૧૦) હરેશકુમાર રતીલાલ નાયક રહે. રેલવેસ્ટેશન , માર્કેડયાર્ડની પાછળ , ઇડર તા.ઇડર (૧૧) રહીશભાઇ દિલાવરભાઇ મેમણ રહે. ઇડર,  ટાવર પાસે , કસ્બાવિસ્તાર તા.ઇડર (૧૨)  વિશાલકુમાર હસમુખભાઇ નાયી રહે.ગાયત્રીનગર,ઇડર (૧૩)  રણવીરસિંહ પ્રવીણસિંહ સોલંકી રહે.શ્રીનગર રોડ નં. ૧૧,ઇડર તા.ઇડર નાઓ જુગાર રમી રમાડતા મળી આવતાં દાવ ઉપરથી તથા અંગ ઝડતીમાંથી મળેલ કુલ રોકડ રકમ રૂપીયા ૩૭૯૦૦/- તથા મોબાઇલ નંગ-૮ ની કિ .રૂ.૨૩૦૦૦/- તથા વાહન -૪ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-  મળી કુલ રૂપિયા. ૩,૬૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં જે સબબ ઇડર પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૫૭૮/૧૯ જુગાર ધારા કલમ ૪-૫ મુજબ ધોરણસર ફરીયાદ આપેલ છે.                                                                                                      
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment