ચૂંટણીના કારણે બ્રેક લાગ્યા બાદ આગામી તા.29ને સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચોથા તબકકાની પરીક્ષાઓ થઈ રહી છે અને તેના કુલ 5,568 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા 
ચૂંટણીના કારણે બ્રેક લાગ્યા બાદ આગામી તા.29ને સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચોથા તબકકાની પરીક્ષાઓ શ થઈ રહી છે અને તેના કુલ 5,568 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે ચેકિંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસ પર ખાસ ક્ધટ્રોલમ ઉભો કરાયો છે અને ત્યાં બેઠા બેઠા પરીક્ષા કેન્દ્રોની પળેપળની ગતિવિધિઓ જોઈ શકાય તેવી વ્યવસ્થા ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરના માધ્યમથી કરવામાં આવી છે.સૌથી વધુ વિદ્યાર્થીઓ બીએડ સેમેસ્ટર-2માં કુલ 4064 નોંધાયા છે. બીએ, બીબીએ, બીએચટીએમ, ડિપ્લોમા ઈન યોગા, એમબીએ, એમસીએ, એમટીએડ, એમએસસી, એમએસડબલ્યુ, પીજીડીસીએ સહિતની વિવિધ પરીક્ષાઓ સોમવારથી શ થશે. એમએસસી ઈસીઆઈ સેમેસ્ટર-10માં માત્ર એક વિદ્યાર્થી પરીક્ષા આપશે.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment