અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં પીવાના પાણીની તંગીને લઇ ગ્રામજનો એ આગામી 23 એપ્રિલ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં રાજકીય પાર્ટીને પ્રવેશ બંધીના બેનર લગાવી દીધા છે.

રિપોર્ટર (અરવલ્લી) :- સુનિલસિંહ પરમાર 
હજુ તો ઉનાળા ની શરૂઆત છે ત્યારે ઠેર ઠેર પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, ત્યારે માલપુર તાલુકાના 4000 વસ્તી ધરાવતા નાથવાસ ગામે પીવાના પાણીની ખુબજ તંગી વર્તાઈ રહી છે. ઉનાળો તો હાલ શરૂ થયો પરંતુ છેલ્લા એક મહિના થી ગ્રામજનો પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરી રહ્યા છે.ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે બોરકૂવાના તળ નીચા ઉતરી ગયા છે. ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી પીવાનું પાણી લેવા દૂર દૂર સુધી જવું પડે છે. ગામ આસપાસના તળાવો પણ સુકાઈ જવા પામ્યા છે. હાલ ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને સ્થાનિકોએ હવે ચુંટણીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે. સ્થાનિક પંકજ ભાઈ ખાંટ કહે છે કે છેલ્લા એકાદ માસ થી ગામના લોકો પાણી માટે સમસ્યા ભોગવી રહ્યા છે અને ચાલુ સાલે વરસાદ પણ ઓછો વરસ્યો હોવાને લઇને બોરકુવાના તળ પણ નીચા ઉતરી ગયા છે. પીવાના પાણી માટે દૂર સુધી આમ તેમ ભટકવુ પડે છે અને આસપાસના તળાવો પણ સુકાયેલા હોઇ પશુઓને પણ સમસ્યા વર્તાઇ રહી છે. ગામ માં જળસંચય દ્વારા તળાવો ઊંડા કરી નર્મદાનું પાણી લાવવાની નેતાઓ અને અધિકારીઓ વાતો કરતા હતા પરંતુ એમાનું કંઇ પણ હાલ સુધી શક્ય બન્યું નથી અને પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે. જેથી ગ્રામજનોએ કંટાળીને હેન્ડપમ્પ પાસે માટલા ફોડ્યા હતા અને પાણી નહીં તો વોટ નહીં ના સુત્રોચ્ચાર કર્યા હતા. કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશવું નહીં ના બેનર લગાવ્યા છે. આમ એક તરફ ચુંટણીનો પ્રચાર હવે જોશભેર રાજકીય પક્ષોએ શરુ કર્યો છે ત્યાં જ હવે રાજકીય પક્ષોએ ચુંટણીમાં પોતાની નારાજગી દર્શાવતા. હવે રાજકીય પક્ષો માટે પણ મુંઝવણ સર્જતી આવી સમસ્યાઓ સામે આવી રહી છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment