રાજકોટ મહાપાલિકાના પ્રધુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ ‘ગાયત્રી’એ ત્રણ બચ્ચેને જન્મ આપતા ઝુ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. હાલમાં શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ હોય નવજાત બચ્ચાઓને ગરમીથી રક્ષણ આપવા માટે એરકુલર મુકવામાં આવ્યા હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કયુ હતું.

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા  
વધુમાં કમિશનરે માહિતી આપતા જણાવ્યું  હતું કેગતરાત્રે સફેદ વાઘણ ગાયત્રીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. સફેદ વાઘ અને વાઘણની જોડીને પણ હવે પ્રધુમન પાર્કનું નૈસગિક વાતાવરણ અને રાજકોટની આબોહવા અનુકુળ આવી ગઈ હોય વાઘના પરિવારનો વિસ્તાર વધ્યો છે.
વાઘણ અને બચ્ચાઓની તબીયત તંદુરસ્ત છે આમ છતાં તેમને ૭૨ કલાક સુધી નીરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી તેના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વાઘણના બચ્ચાઓને ગરમી ન લાગે તે માટે તેને એરકુલરથી ઠંડક આપવામાં આવી રહી છે.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment