રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા
ઉપલેટા તાલુકા ના ડુમિયાંણી ની BRS કોલેઝ ના વિધાર્થી એ આત્મહત્યા કરી, તેના મોત સાથે જ તેની મોત નું રહસ્ય રહસ્ય જ રહી ગયું, માત્ર 20 વર્ષ ની ઉંમર માં એવું તો શું થયું કે તેણે મોત ને વહાલું કરી લીધું, મોત બાદ તેને પાછળ મુકતો ગયો માત્ર અડધી ખોટી મરણ નોંધ , અને તેની આત્મહત્યા એ હવે એક કોયડો બની ચુકી છે, અને સાથે ઘર થી અને માતા પિતા થી દૂર રહી ને હોસ્ટેલ માં અભ્યાસ કરતા વિધાર્થી ઓ અને વાલી માટે લાલબત્તી સમાન છે
ડુમિયાંણી ની BRS કોલેઝ ની હોસ્ટેલ માં રહી ને BRS માં અભ્યાસ કરતો હતો અને હાલ તે ત્રીજા વર્ષ માં હતો, અને ચાલી રહેલ પરીક્ષા માં 3 જેટલા પેપર આપી ચુક્યો હતો, પેપર ચાલુ હોય હોસ્ટેલ માં જમવાનું વહેલું હતું, જેથી તેમના રૂમ પાર્ટનરો જમવા જઈ રહ્યા હતા ત્યારે તેવો એ રોનક ને કહ્યું કે ચાલ જમવા પરંતુ રોનકે કહ્યું કે ના મારે જમવું નથી અને તે હોસ્ટેલ ના રૂમ માં જ રોકાયો અને જેવા બધા તેના રૂમ પાર્ટનર જમવા ગયા ત્યારે પાછળ થી રોનકે રૂમ રહેલ લોખંડ ના પલંગ ને આધાર બનાવી ને પંખા ના હુક માં દોરી નાખી ને ગળે ફાસો ખાઈ લીધો, આ વાત ની જાણ તેના રૂમ પાર્ટનર ને થતા દેકારો મચી ગયો ઘટના ની જાણ થતાંજ કોલેઝ હોસ્ટેલ ના તમામ અધિકારી ઓ આવી ને પોલીસ ને જાણ કરી. રૂમ ની તપાસ કરતા તેના હાથે લખેલ એક સુસાઇટ નોટ મળી હતી રોનક મરતા પહેલા પોતાન હાથે સુસાઇટ નોટ લખી હતી, જેમાં પોતે બીમાર ના હોવા છતાં પોતાની બંને કિડની ખરાબ છે અને પોતે આ માટે પોતાના માબાપ ઉપર બોજ બનવા નથી માંગતો તેવો ઉલ્લેખ કર્યો, જયારે હક્કીકત માં તેને આવી કોઈ બીમારી ના હોવાની ખાતરી તેના માતા પિતા અને હોસ્ટેલ અને કોલેઝ ના પ્રિન્સિપાલ આપી હતી,
સાથે સુસાઇટ નોટ માં નામ વગર ની કોઈ છોકરી નો ઉલ્લેખ કરેલ છે, અને તેણે પોતાની તમામ વાત આ છોકરી ને કરી છે, રોનકે લખેલ સુસાઇટ નોટ માં છોકરી ને ભગવાન કહી ને પણ સંબોધી હતી,
પોલીસ માટે તો આ આત્મહત્યા એ ગુથ્થી જેવી છે, એક તરફ સુસાઇટ નોટ માં ખોટું ડેક્લેરેશન, બીજી તરફ અજાણી છોકરી, આ શું છે તે ની તપાસ ઉપલેટા પોલીસ અને જેતપુર ડીવીજન પોલીસ કરી રહી છે,
હાલ તો રોનક ના મોત સાથે જ આત્મહત્યા નું કારણ પણ દફન થઇ ગયું છે,
હોસ્ટેલ માં રહી, ઘર થી અને માતા પિતા થી દૂર રહી ને અભ્યાસ કરતા વિધાર્થી અને તેના વળી ઓ માટે આ કિસ્સો જરૂર થી સમાજ માટે લાલબતી સમાન છે, અને પોતાના સંતાનો ને વધુ કાળજી અને દેખરેખ રાખવા નું સૂચન કરી જાય છે,
બાઈટ - જે.એમ.ભરવાડ - Dy S P - ડીવીજન - જેતપુર
0 Comments:
Post a Comment