*ગુલાબના ફુલ સાથે ધોરણ દશ અને બારના બોર્ડના પરિક્ષાર્થી ને ભચાઉ પોલીસે આપ્યા અંતરના આર્શીવાદ*

રિપોર્ટર (ભચાઉ) : ધનસુખ ઠક્કર
                         કારકિર્દીના પહેલા પડાવ સમી ધોરણ દશ અને મુગ્ધતા ને અલવિદા કહી કોલૅજ સાથે સાથે અલ્ડતા મીક્ષ સમજદારી થી સીદધો સંબંધ જોડતી, ધોરણ બાર  બોર્ડની પરિક્ષાઓ શરૂ થતાં આજે ભચાઉની એચ. ડી. ડી. હાઈસ્કૂલ માં પરિક્ષાર્થીઓને ગુલાબના ફુલ આપી ભચાઉ પોલીસ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
             અલ્પશિક્ષિત એવા વાગડ વિસ્તારમાં ધીરે ધીરે ઉઘડી રહેલી શિક્ષણની ભુખને પ્રોત્સાહીત કરવા માટે તેમજ વિધાર્થીઓ નિર્ભય બનીને પરિક્ષા આપવા સાથે જીવનના આ નિર્ણાયક તબક્કે સફળતા મેળવી સમગ્ર કરછ સાથે ગુજરાત માં ભચાઉ તાલુકાના વિધાર્થીઓ નામના મેળવીને વાગડ વિસ્તાર ને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવે એવા આર્શીવાદ સાથે એચ.ડી.ડી. કન્યા શાળા પરિક્ષા કેન્દ્ર ખાતે ના. પો. અધિકારી શ્રી કે. જી. ઝાલા સાહેબ, પો. ઈ. બી. એસ. સુથાર સાહેબે ખાસ હાજર રહી તમામ વિધાર્થીઓ ને ગુલાબના ફુલ સાથે આર્શીવાદ પાઠવીને વિધાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા, આ તકે હાઈસ્કૂલના આચાર્ય શ્રી ચંન્દ્રીકાબા જાડેજા, શિક્ષક ગણ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા.





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment