રિપોર્ટર (માણાવદર) : કિરણ સોંદરવા
> માણાવદર વિધાનસભામાં કેશરીયો માહોલ છવાયો.
> વિધાનસભા વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયાનો દાવો.
માણાવદર વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી ચુંટાતા આવતા કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાય જતાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ જીલ્લાઓ સહીત આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જવાહરભાઈ ચાવડા ભાજપમાં જોડાયા બાદ તેમને ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા બાદ તેઓ આજે રાત્રે 10:30 વાગે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટીનુભાઈ ફડદુ, દિનેશ ખટારીયા વિગેરે સાથે માણાવદર આવી પહોંચતા માણાવદર ભાજપ કાર્યાલય એ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ તેમનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ હતું. ભાજપના મનસુખભાઈ આરદેશણા, હરસુખભાઈ ગરાળા, નારણભાઈ સોલંકી, હુસેન દલ, જીવાભાઈ કોડીયાતર, ગણપતભાઈ મોરી, જ્યેન્દ્રભાઈ કુરાણી વિગેરેએ હાર પહેરાવી જવાહરભાઈ ચાવડાનું સ્વાગત કરેલ હતું.
સિનેમા ચોકથી જંગી રેલી સ્વરૂપે જનમેદની નૂતન મીલએ આવી સભામાં ફેરવાઈ ગઈ હતી. જવાહરભાઈ ચાવડાએ જણાવેલ કે ભાજપની રાષ્ટ્રીય હીતની અને વિકાસની નિતિથી પ્રેરાયને ભાજપમાં જોડાયો છું. કીરીટભાઈ પટેલએ જણાવેલ કે ભાજપના અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર તમામ કાર્યકરોને અન્યાય નહીં થાય, સૌ સાથે મળીને આગામી લોકસભામાં કામ કરીશું. જવાહરભાઈ સાથે આ વિસ્તારના કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલીકાના સદસ્યો વિગેરે ભાજપમાં જોડાય જતાં માણાવદર વિધાન સભા વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયાનો દાવો દિનેશભાઈ ખટારીયાએ કરેલ હતો. ટીનુભાઈ ફડદુએ જવાહરભાઈ ચાવડા સાથે ભાજપમાં જોડાયેલા કાર્યકરોને આવકારી ખંભાથી ખંભો મીલાવી આગામી લોકસભામાં જંગી લીડ લેવા કામે લાગી જવા હાકલ કરી હતી.
જવાહરભાઈ પ્રથમ ૧૯૯૦ માં ચુંટાયા હતા. ૧૯૯૫ અને ૧૯૯૮ માં હારી ગયા હતા. તેમને ૨૦૦૨ માં કોંગ્રેસએ ટીકીટ આપેલ ના હતી. ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ માં સતત ચુંટાતા આવ્યા છે. હાલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં જગ્યા ખાલી પડેલ છે. પોતાનું મંત્રી પદ જાળવી રાખવા જવાહરભાઈએ પેટા ચુંટણી આવે ત્યારે ભાજપમાંથી ચુંટાવું જોઈશે. પરંતુ આજનો માહોલ જોતાં પેટા ચુંટણીમાં જવાહરભાઈ ભાજપમાંથી ૧૦૦% ચુંટાય આવશે તેવું જણાય રહ્યું છે.

0 Comments:
Post a Comment