બાયડ ધારાસભ્ય એ પ્રજાના પ્રશ્નોને ન્યાય ન મળતા ભાજપ પક્ષે મળેલી લોક સભાની ટિકિટની ઓફર ન સ્વીકારી....????

રિપોર્ટર (બાયડ) : સુનિલસિંહ 
                              અવાર નવાર ચર્ચા માં રહેલા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વધુ એક બાબતે ચર્ચા માં આવ્યા હતા અને છેલ્લા બે દિવસથી પક્ષ ની અદલા બદલી ની વાતો જોર શોરથી સામે આવી હતી. ત્યારે ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ના નિવાસ સ્થાને થી પ્રેસ કોન્ફ્રન્સ કરી સ્પષ્ટા કરી હતી કે તેઓ કોંગ્રેસ ની સાથે છે અને રહેશે. તેવા માં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ તેમના મત વિસ્તાર તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નો નો , ખેડૂતો ના પ્રશ્નો નો, ઓબીસી એસસી એસટી ના પ્રશ્નો, ઠાકોર સમાજના પ્રશ્નો, ને ન્યાય ન મળતા આગામી લોકસભા ચૂંટણી ની ટિકિટ નો અસ્વીકાર કર્યો છે અને ગરીબ જનતા ના પ્રશ્નો નો અવાજ બનશે તેવી માહિતી સામે આવતા રાજકારણ વધુ ગરમાયુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ લોક સભા ચૂંટણી લડવા માટે ભાજપ પાસે કેટલી માંગણી કરી હતી જેમાં તેમના મત વિસ્તારમાં જી.આઈ.ડી.સી.,રસ્તા-પાણી ની સુવિધાઓ, ખેડૂતોના પ્રશ્નો, સિંચાઇના પ્રશ્નો, ઠાકોર સમાજના પ્રશ્નો ની માંગણી મૂકી હતી પરંતુ આ માંગણી સ્વીકારવામાં ન આવતા તેમને ટિકિટ નો અ સ્વીકાર કર્યો છે. ત્યારે આગામી સમયમાં તેમના મત વિસ્તારની જનતા સાથે રહી અને જિલ્લા વાસીઓ સાથે રહી ધવલસિંહ ઝાલા તેમને ન્યાય અપાવવા કેવા કેવા કાર્યકમો કરે છે. અને કેટલો સઁઘર્ષ કરે છે તે જોવું રહ્યું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment