બાયડ તાલુકાના દખનેશ્વર ગામે દારૂ ની પોટલીઓ નો ઢગ રાજસ્થાનનો અહેસાસ કરાવે છે...???

 રિપોર્ટર (અરવલ્લી) : સુનિલસિંહ પરમાર 
ગુજરાત માં દારૂ બંધી હોવાની વાતો ખાલી હવામાં .....
> બાયડ પોલીસ ગોર નિંદ્રામાં કે પછી ?
દેશી દારૂનું ચલણ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
બાયડ પોલીસ મથકના પોલીસ કર્મી દખનેશ્વર ગામના બીટ જમાદાર અવાર નવાર દખનેશ્વર ગામે આવતા જતા હોય છે.
લઠ્ઠાકાંડ સર્જાય તો તેનો જવાબ દાર કોણ?
દેશી દારૂ ના અડ્ડાઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે પછી...તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ..
                                                           ગાંધીના ગુજરાત માં દારૂ બંધી હોવાની વાતો તો આપ જાણતા જ હશો પરંતુ દેશી દારૂનું ચલણ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.બાયડ નગર આમતો જોવા જઈએ તો વિદેશી દારૂ માટે હબ સેન્ટર હોય તેવી વાતો થોડા સમય અગાઉ જોર શોરથી લોકોમાં થવા માંડી હતી.પરંતુ બાયડ થી માત્ર 7 કિલોમીટર ના અંતરે આવેલા દખનેશ્વર ગામે દેશી દારૂની પોટલીઓ ની ઢગ જોતા તો એવું લાગે છે કે નશાખોરો ને અહીં જાણે રાજસ્થાન જેવો અહેસાસ થતો હશે...???એક તરફ દારૂ બંધી ની વાતો ચાલે છે તો બીજી તરફ બાયડ પોલીસ મથકના પોલીસ કર્મી દખનેશ્વર ગામના બીટ જમાદાર અવાર નવાર દખનેશ્વર ગામે આવતા જતા હોય છે. ત્યારે તેમને આ પોટલીઓ નો ઢગ દેખાતો નહિ હોય...??? તે વાત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.કે કોઈ મોટો લઠ્ઠાકાંડ સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે.બેફામ બનેલા બુટલેગરો સામે બાયડ પોલીસ લાચાર બની હોય તેવું ગામ લોકો ચર્ચા કરી રહ્યા છે.બીજી તરફ અરવલ્લી એસપી દ્વારા બીટ જમાદાર સામે તેમજ દારૂ ના અડ્ડાઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે પછી...તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ....જેવી પરિસ્થિતિ નું નિર્માણ થશે તેતો સમય જ બતાવશે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment