ઉપલેટામાં આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે.સી.આઇ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર 
                                          ઉપલેટામાં આજરોજ તારીખ 8 માચૅ  એટલે કે વિશ્વ મહિલા દિવસ,જ્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી વિશ્વ ભરમાં થતી હોય ત્યારે ઉપલેટા jci દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી  કરવામાં આવી હતી.જેમાં સફાઈ કામદાર થી લઈ અને કોન્સ્ટેબલ,જી.આર.ડી તેમજ સરકારી સ્કૂલમાં જે મહિલાઓ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વ બજાવે છે તેને સન્માનિત કરવામાં આવી હતી.અને નારી તું નારાયણી કહેવત છે તેને સાર્થક બનાવવા માટે ઉપલેટામાં jci ટીમ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા jci માં કાર્યરત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ શહેનાઝ બેન બાબી, નીતાબેન સોની જે સ્ત્રીઓ માટે પ્રેરણા રૂપ બનેલ છે, તેવા મહિલાઓને આમંત્રિત કરેલ હતા, અને મહિલાઓને પ્રેરણા મળે તે માટે એક પ્રવચન પણ રાખવામાં કરવામાં આવ્યું હતું.
બાઈટ આરતીબેન સોલંકી

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment