સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર જેન્તીભાઇ ભાનુશાલીની હત્યાના માસ્ટર માંઇડ છબીલ પટેલના દસ દિવસના રીમાન્ડ મંજુર કરતી ભચાઉ કોર્ટ

રિપોર્ટર (કચ્છ) : ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
                        સમગ્ર ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દેનાર કરછ જીલ્લાના દીગ્ગજ રાજકારણી અને પુર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી હત્યાકાંડના માસ્ટર માઇન્ડ અને એક સમયે માંડવી વિધાનસભા સીટ પર પુર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાને હરાવીને જાયન્ટ કીલર બનેલા પુર્વ ધારાસભ્ય છબીલ પટેલની કાલે વિદેશથી પરત ફરવાની ફરજ પાડીને આ હત્યા કેશની તપાસ કરી રહેલી સીટ દ્વારા સી.આઈ.ડી. ના સહકારથી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
    સીટની અન ઔપચારિક પુછપરછમાં ઘણાં વટાણા વેરી નાખનાર આ ક્રિમિનલ માઈન્ડ રાજકારણીને આજે વધુ પુછપરછ માટે   હત્યાના અન્ય આરોપીઓ અને પુરાવાઓ મેળવવા માટે ભચાઉની કોર્ટમાં સવારે અગીયાર વાગે તપાસનીશ એજન્સી સીટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિદેશ જવામાં અને ત્યાં કોણે સાથ આપ્યો, મનીષાની ભુમિકા વિગેરે મુદાઓની દલીલ બાદ  ભચાઉ કોર્ટે સીટ દ્વારા માંગવામાં આવેલા ચૌદ દિવસના રિમાન્ડ સામે બન્ને પક્ષોની દલીલો બાદ ભચાઉ કોર્ટ દ્વારા દશ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી પક્ષે બે પુના (મહારાષ્ટ્ર) ના વકીલો સાથે એક સ્થાનિકના વકીલે હાજર રહી દલીલો કરી હતી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment