રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબ* નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તથા જીલ્લામાં લોકસભા ચુંટણી-૨૦૧૯ અંતર્ગત કોઇ અનિચ્છનિયબ બનાવ ન બને અને જીલ્લામાં શાંતિપુર્ણ ચુંટણી યોજાય તે માટે આદર્શ આચાર સંહિતાની અમલવારી કરાવવા માટે ખાસ સુચના આપેલ હોઇ જે અન્વંયે *એસ.ઓ.જી.પો.ઈન્સ.શ્રી એમ.ડી.ઉપાધ્યાય સાહેબ* ના માર્ગદર્શન હેઠળ PSI શ્રી ડી. જે. લકુમ, ASI કૌશિકભાઈ તથા PC ચંદુભાઈ તથા PC વિક્રમસિંહ તથા દશરથભાઇ વિ. એસ.ઓ.જી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં દરમિયાન ખાનગી બાતમી આધારે *હિંમતનગર બી ડીવી.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૪/૧૭ ઇ.પી.કો.ક.૪૦૬,૪૨૦, ૧૧૪* મુજબના ગુન્હાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી *અજયકુમાર કનૈયાલાલ કહાર ઉ.વ.૩૮ મુળ રહે.૧૮૪,રાજલક્ષ્મી સોસાયટી, આજવા રોડ, વડોદરા તથા ૧૦૧,ગજાનંદ ફલેટ, વાઘોડીયા રોડ,વડોદરા* વાળાને આજ રોજ સહકારી જીન ચાર રસ્તા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હિંમતનગર બી. ડીવિજન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
આમ, સાબરકાંઠા એસ.ઓ.જી. ને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં વધુ એક સફળતા મળેલ છે.

0 Comments:
Post a Comment