અમરેલી જીલ્લા ના બાબરામા રાજકોટ ભાવનગર રોડ પર અકસ્માત થયેલ

રિપોર્ટર (અમરેલી) : પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર 
                                     અમરેલી જીલ્લા ના બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર એક કારનો ભયંકર અકસ્માત સર્જાયેલ ઘટનાની જાણ થતાંજ લોકો દોડી ગયેલ છે ત્યારે હાલ તો સદનસીબે ડ્રાઈવર નો ચમત્કારી બચાવ થતા તંત્રએ હાશ કરો લીધેલ છે તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ બાબરામાં અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર કોર્ટ નજીક એક સ્વીફ્ટ કાર નંબર G.j.o3 .Fk.3786 ના ચાલકે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાય ગયેલ ને રોડની બીજી બાજુ ડિવાઈડર ઠેકી ને ઊંઘી વળી ગયેલ અકસ્માત જોતા એવું લાગે છે કે કોઇનો જીવ ગયો હશે પરંતુ આ અકસ્માતમાં કારના ચાલક ને કોઈ ઈજા પહોંચી નો હતી અને ચમત્કારિક બચાવ થયેલ છે ત્યારે કહેવત છે કે" રામ રાખે તેને કોણ ચાખે " અકસ્માત થતા લોકોના ટોળા દોડી ગયેલ હોવાનું જાણવા મળેલ છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment