*કચ્છમાં ફૂડ લાઇસન્સ લેવામાં વ્યાપારીઓ કરી રહ્યા છે આળસ*

રિપોર્ટર (કચ્છ) : બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
કચ્છમાં ખાદ્યપદાર્થો વહેંચતા તથા ઉત્પાદન કરતા બહુ ઓછા લોકો  ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ પાસે લાયસન્સ મેળવે છે આ જિલ્લામાં હજારો લોકો ખાદ્ય પદાર્થો વહેંચે છે અને ઉત્પાદન કરીને પેકિંગ કરે છે પણ ફૂડ વિભાગ પાસે માત્ર ૧૨૯૯  ફૂડ લાયસન્સ અને ૧૯૨૨ રજિસ્ટ્રેશન થયા છે ૧૨ લાખથી ઓછા ટર્ન ઓવર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે નહિતર દંડ તથા જેલની સજા થઈ શકે છે રોજના બે મેટ્રિક ટન ખાદ્ય પદાર્થ નું ઉત્પાદન અને વેચાણ કરતા વ્યાપારી ઓએ રૂપિયા પાંચ હજારની ફી ભરી લાઇસન્સ મેળવવાનું હોય છે અને એક-એક ટન થી ઓછું ઉત્પાદન કરતા વ્યાપારી ઓ ને રૂપિયા ૩૦૦૦ ની ફી ભરીને લાઇસન્સ મેળવવાનું હોય છે નાના દુકાનદારો એ રૂપિયા સો ભરીને રજીસ્ટ્રેશન મેળવવાનું રહે છે. લાઇસન્સ કે રજિસ્ટ્રેશન મેળવવા માટે ઓનલાઇન અરજી થઇ શકે છે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ એક્ટ ૨૦૧૬ની સાઇડ પર જઈ ઓનલાઇન રજીસ્ટર કરાવી શકે છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment