સૌરાષ્ટ્ર કચ્છ સહીત રાજ્યભરના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
                            સૌરાષ્ટ્ર કચ્છ સહીત રાજ્યભરના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ અંગે અવારનવાર લેખિત મૌખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ ની હડતાલ  કમિટી દ્વારા અપાયેલા એલાન મુજબ રેવન્યુ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે અને તેના કારણે વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ છે
                                    મહામંડળની હડતાલ કમિટી ના ચેરમેન વિરમ દેસાઈ અને વાઇસ ચેરમેન પી કે પટેલ ના જણાવ્યા મુજબ હજુ જો પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો સોમવારથી બેમુદતી હડતાલનો પ્રારંભ કરવામાં આવશે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment