રાજકોટ મહાપાલિકામાં પશ્ચિમ રાજકોટ વિસ્તારના આવાસો મંજૂર કરવા માટે તાત્કાલિક અસરથી અરજન્ટ સ્ટેન્ડિંગ બેઠક બોલાવવામાં આવી હતી

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
                            રાજકોટ મહાપાલિકામાં  પશ્ચિમ રાજકોટ વિસ્તારના આવાસો મંજૂર કરવા માટે તાત્કાલિક અસરથી અરજન્ટ સ્ટેન્ડિંગ બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન આ બેઠકના એજન્ડામાં મુળભુત દરખાસ્તો ચારથી પાંચ હતી. તદ્ઉપરાંત અન્ય ચાર અરજન્ટ બિઝનેસ દરખાસ્તોનો ઉમેરો કરવામાં આવતાં આ મામલે આજે વિપક્ષ કાેંગ્રેસ દ્વારા શહેર કાેંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
                             વધુમાં આ અંગે શહેર કાેંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કેભવિષ્યમાં આ રીતે અરજન્ટ બેઠકો નહી બોલાવવા અને શંકાસ્પદ જણાય તે પ્રકારની ઝડપથી અરજન્ટ દરખાસ્તો નહી મુકવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવતી વેળાએ કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરઘનશ્યામસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા,પારુલબેન ડેરનિર્મળભાઈ મારૂ સહિતના કોર્પોરેટરો ઉપિસ્થત રહ્યા હતા.
          
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment