ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય હરીભાઈ હેઠવાડીયાને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓની વર્ષા

રિપોર્ટર (કરછ) : ધનસુખભાઇ ઠક્કર
                          નાની વયે ભચાઉ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈને સામખીયાળી ગામના વિકાસમાં પોતાનુ યોગદાન આપી રહેલા હરિભાઈ હેઠવાડીયા (આહિર) નો આજે જન્મદિવસ હોઈ આ યુવા અગ્રણીને આજે ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
                          માં આશાપુરાના આર્શીવાદથી દર વર્ષે નવરાત્રીમાં પદયાત્રીઓ ની સેવા માટે વિશાળ કેમ્પનું આયોજન હોય કે કોઈ ગરીબ દર્દીઓને આર્થિક મદદ સાથે દવાખાને પહોંચાડવાના હોય ત્યારે આ યુવા અગ્રણી દ્વારા પળનો પણ વિલંબ કર્યા વગર તત્પર થઈ જતા આ આહિર યુવાન દ્વારા તાજેતરમાં એક નીરાધાર પરિવારના બાળકને બચાવવા માટે આર્થિક સહાય સાથે પોતે જાતે હોસ્પિટલમાં સાથે રહી બતાવેલી સહ હ્રદયતા નું સામખીયાળી ગામ શાક્ષી છે.
        તો સર્વ સમાજ સેવા ટ્રસ્ટના અનાથ બાળકો માટે અવારનવાર મદદ રૂપ થઈ પોતાની સવેંદનશિલતા નો પરિચય આપતા રહ્યા છે. રાજકારણ અને સેવા સાથે સાથે ગૌ ભક્તિની અનેરી મીશાલ આપતા આ યુવા આહિર અગ્રણી દ્વારા વારંવાર શ્રી રવરાય ધામ રવેચી ખાતે સમય કાઢીને માતાજીની ગાયો ચરાવવા જવી એ હરીભાઈ નો અનેરો શોખ કહો કે ભક્તિ પણ એ એક રાજકારણી સાથે પોતાની ધાર્મિક લાગણી અને ગરીબો પ્રત્યેની સવેંદનાઓના કારણે જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તે પુરવાર કરે છે, કરછના પ્રવેશ દ્વાર સમા સામખીયાળી માં અવારનવાર ચડી આવતા માનસિક અસ્વસ્થ લોકોને પણ આશરો આપવા સાથે યોગ્ય જગ્યાએ પહોચાડતા આ ભારતીય જનતા પાર્ટીના લોકસેવક ને એમના બત્રીસમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે માં રવરાય માં આશાપુરા આ સેવા ભાવના અવિરત રાખે એવી શુભેચ્છા ઓ સાથે હરીભાઇ હેઠવાડીયા (આહિર) ને શોશીયલ મિડિયા પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે. તેવું ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર ની યાદીમાં જણાવેલ છે.



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment