શહેરના માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં રસ્તે આવેલા માધવન પાર્ટી પ્લોટની અગાસીએ કોળી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા 
                           શહેરના માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં રસ્તે આવેલા માધવન પાર્ટી પ્લોટની અગાસીએ કોળી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહાેંચી હતી. આ ઘટનામાં મૃતક યુવાનની સાથે જ મજુરી કામ કરતા ચાર શખસો શંકાના પરીધમાં હોય જે ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરાઈ છે. રૂા. પહજારની ઉધરાણીના ડખ્ખામાં કોળી યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પાર્ટી પ્લોટમાં જ રહેતાં અને મંડપ ડેકોરેશનનું કામ કરતાં ચોટીલા પંથકના કોળી યુવાનનું બોથડ પદાથર્ના ઘા ઝીકી ઢીમ ઢાળી દેવાયું હોય તેમજ લાશ અગાશીમાં આવેલ પીલોર સાથે મંડપ ડેકોરેશનમાં વપરાતાં કાપડથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. તેમજ યુવાનને ઢસડીને અગાસી ઉપર લાવ્યાના નિશાન પણ મýયાં છે.
માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં રસ્તે આવેલા માધવન પાર્ટી પ્લોટની અગાસી પર એક લાશ પડી હોવાની જાણ પોલીસ કંટ્રાેલરૂમને સાગર નામના વ્યિક્તએ કરી હતી. કંટ્રાેલરૂમના સ્ટાફે આ અંગે પોલીસ અધિકારીઆેને તેમજ ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ આેડેદરાક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી ઘટના સ્થળે દોડી ગયા હતાં. તપાસ કરતાં મૃતના ખીસ્સામાંથી મળેલા પાનકાર્ડના આધારે તેનું નામ મહેશ રમેશ આેળકીયા હોવાનું અને તે ચોટીલા પંથકનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચોટીલા પંથકનો કોળી યુવાન માધવન પાર્ટી પ્લોટમાં રહેતો હતો અને ત્યાં જ મંડપ સવિર્સના ડેકોરેશનનું કામ કરતો હતો. હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં રૂા.50 હજારની ઉધરાણી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં હત્યામાં મૃતક સાથે કામ કરતા મારવાડી શખસો સુરેશદિનેશલક્ષ્મણ અને એક અજાÎયા શખસ સામે શંકા વ્યકત કરવામાં આવી છે. આ ચારેય શખસો ફરાર છે. દોઢ માસ પૂર્વે જ મૃતક યુવાન પેટીયુ રડવા રાજકોટ આવ્યો હતો.
મૃતક મહેશને પાર્ટી પ્લોટની અગાસીએ ઢસડીને લવાયા બાદ અગાસીના પીલોર સાથે તેને કપડાંથી બાધી દેવામાં આવ્યો હતો. હાથ-પગ અને ચહેરા ઉપર કપડું બાંધી દઈ બોથડ પદાથર્ના ઘા ઝીકી મહેશની હત્યા કરાઈ હતી. હત્યા પાછળ રૂપિયાની લેતી-દેતી કે ંી પાત્ર કારણભૂત હોવાની પ્રાથમિક શંકા સેવામાં આવી રહી છે. પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment