રાજકોટ પોલીસે એક જ દિવસમાં પબજી ગેઈમ રમતાં સાત શખસોને ઝડપી લીધા હતા.

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા 
                             રાજકોટ સહિત ગુજરાત અને દેશભરમાં છેલ્લા ઘણા વખતથી પબજી’ ગેઈમનું વળગણ વધ્યું છે ત્યારે પ્રથમ રાજ્ય સરકાર અને ત્યારબાદ પોલીસ કમિશનરે પબજી ગેઈમ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે છતાં પણ હજુ કયાંક છાનેખૂણે પબજી ગેઈમ રમવામાં આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પબજી અને મોમો ગેઈમ રમનારાઆે પર કાર્યવાહી કરવાના આપેલા આદેશના પગલે શહેરના તમામ પોલીસ ડિવિઝનના સ્ટાફે જાહેર અને ખાનગી સ્થળોએ આવી ગેઈમ રમનારાઆે પર તવાઈ બોલાવી હતી અને એક જ દિવસમાં સાત શખસોને પબજી ગેઈમ રમતાં ઝડપી લીધા હતા.
                        શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી અલગ-અલગ સ્થળોએ જેવા કે શાળા-કોલેજના ગ્રાઉન્ડ તેમજ જાહેર બગીચાઆે તથા પાનની દુકાને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસે પબજી ગેઈમ રમતાં સાત જેટલા શખસોની ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસે આત્મીય કોલેજ પાસે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન પબજી ગેઈમ રમતાં મુળ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા નિલ કિરીટ અઘેરા  તથા મુળ જામખંભાળિયાના યોગેશ્વરનગરમધુરમ સોસાયટીના વતની અને હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા હનિર્સ શૈલેષભાઈ પંચાલ તથા નાનામવા રોડ પર આંબેડકરનગરમાં રહેતા કલ્પેશ કિશોર રાઠોડ તેમજ મુળ જામજોધપુરના વતની અને રાજકોટ અભ્યાસ કરતાં હરકિશન દેવશીભાઈ બાંગરોટિયા ની ધરપકડ કરી રૂા.7,500ના ચાર મોબાઈલ કબજે લીધા હતા. જ્યારે આત્મીય કોલેજ પાસેથી માધવ કિરણ વ્યાસ  તથા બિગબજાર પાછળજાગનાથ ચોક પાસેથી ગુલાબવિહારમાં રહેતા યશ ચિતરંજન જોશીની ધરપકડ કરી મોબાઈલ ફોન કબજે લીધા હતા.
                  બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે નેપ્ચ્યુન ટાવર પાસેથી સટ્ટાબજાર નજીક ભીડભંજન શેરી નં.8માં રહેતા કેતન પ્રભુદાસ મુલીયા ને પબજી ગેઈમ રમતાં ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખસોમાં મોટાભાગના વિદ્યાથ}આે હોવાનું જાણવા મýયું છે. હજુ પણ પોલીસ આગામી દિવસોમાં પબજી અને મોમો ગેઈમ રમનારાઆે પર તવાઈ બોલાવશે. હાલ બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે પરીક્ષાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે આ ગેઈમ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં યુવાનોમાં આ ગેઈમનું વળગણ વધી રહ્યું છે જેનાથી યુવાનોમાં હિંસક વૃિત્તનું પ્રમાણ ગંભીર રીતે વધું જોવા મળે છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment