કુખ્યાત બુટલેગર શીવરાજસિંહ શેખાવત તથા તેની સ્ત્રી મિત્ર નયના બારોટે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ મુદામાલ રૂ. ૫૯,૫૬,૬૮૦/- સાથે અન્ય સાત ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી./એસ.ઓ.જી.પુર્વ-કચ્છ, ગાંધીધામ

રિપોર્ટર (કચ્છ) : ધનસુખ ઠક્કર 



શ્રી ડી.બી.વાધેલા સાહેબ આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના મુજબ પ્રોહી.ના કેસો શોધવા પ્રયત્નશીલ હતા,  દરમ્યાન એલસીબી તથા એસઓજી ની ટીમે પીઆઇ શ્રી જે.પી.જાડેજા એસ.ઓ.જી. નાઓની હકિકત આધારે  ગાંધીધામ પડાણા રોડ ઉપર બી ડીવી. પોસ્ટે ને સાથે રાખી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટાફ માણસોની ત્રણ ટીમો બનાવી બાતમી વાળા વાહનો તથા ઇસમોને પકડી પાડવા હાઇવે રોડ પર વોચ ગોઠવેલ, દરમ્યાન દારૂ ભરેલ ટ્રકની પાયલોટીંગ કરતી સ્વીફટ કાર નં. જીજે ૧૨ બીઆર ૦૮૦૨ વાળી તથા ટ્રક નં જીજે-૧૬-એક્સ ૭૮૭૭ વાળીમાં ભરેલ, જે જોતા 
💫 વિદેશી દારૂની બોટલો નંગ–૧૦૬૯૨ કિ.રૂ. ૩૭,૮૯,૦૦૦/-
💫 બીયરના ટીન નંગ- ૧૧૭૬ કિ.રૂ. ૧,૧૭,૬૦૦/- નો પ્રોહિ મુદામાલ
💫 ટ્રક નં જીજે-૧૬–એક્સ-૭૮૭૭ વાળી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-
💫 સ્વીફ્ટ ડીઝાયર  કાર નં જીજે-૧૨-બીઆર-૦૮૦૨ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
💫 ગુનામા ઉપયોગમા લીધેલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૧,૦૦૦/- તથા વાઇફાય ડીવાઇસ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/-તથા રોકડ રૂ.૧૬,૦૮૦/-
💫 આમ કુલ્લે મુદ્દામાલ ૫૯,૫૬,૬૮૦/-  ના સાથે

(૧) ટ્રક ચાલક ધૈર્યસિંહ ચંદ્રસિંહ પરમાર ઉ.વ ૪૦ રહે. મ.નં ૧૩ બાગેશ્રી ટાઉનશીપ -૨, વર્ષામેડી તા.અંજાર 
(૨) મહેશ ઉર્ફે લેમન મ્યાઝરભાઇ આહીર ઉ.વ ૨૬ રહે. મ્યાત્રા ફળીયુ અંતરજાળ તા.ગાંધીધામ 
(૩) જથ્થો  લઇ આવનાર રમેશકુમાર જગતપાલ બિશ્નોઇ ઉ.વ ૩૮ રહે. બીલોચાવાલા તા.પીલ્લી બંગા જી.હનુમાનગઢ રાજસ્થાન હાલ રહે. બાગેશ્રી પામ શીવરાજસિંહ શેખાવતની હવેલી ગળપાદર તા.ગાંધીધામ.
(૪) સરદારસિંહ હરીસિંહ રાઠોડ ઉ.વ ૩૪ રહે. કસુંબી ઉપાદરા તા.લાડલુ જી.નાગોર રાજસ્થાન હાલ રહે. બાગેશ્રી મ.નં ૧૧૬ ગળપાદર શીવરાજસિંહ શેખાવતના મકાનમાં તા.ગાંધીધામ 
(૫) મહેશ કાનાભાઇ ચાવડા (આહિર) ઉ.વ ૨૨ રહે. પ્લોટ નં ૨૬ શાંતીધામસે નં ૫ વર્ષામેડી તા.અંજાર મુળ રહે. નેર બંધડી તા.ભચાઉ
(૬) જગદીશ પરબતભાઇ કોલી ઉ.વ ૨૬ રહે. માનસરોવર સોસાયટી ભચાઉ મુળ રહે. રોઝુ તા.સાંતલપુર જી.પાટણ
(૭) રાજકુમાર સૈની મંગતુરામસૈની માલી ઉ.વ.૩૪ રહે, બાગેશ્રી પામ શીવરાજસિંહ શેખાવતની હવેલી ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે, ઢોલાસ તા.લક્ષ્મણગઢ જી.શીકર રાજસ્થાન વાળા પકડાઇ ગયેલ અને સદરહુ દારૂનો જથ્થો  મંગાવનાર
(૧) શિવરાજસિંહ મદનસિંહ શેખાવત રહે.બાગેશ્રીપામ મ.નં ૧૧૬ ગળપાદર તા.ગાંધીધામ
(૨) નયનાબેન વિઠ્ઠલભાઇ બારોટ રહે. બાગેશ્રી-૨, મ.નં-૫૦ વર્ષામેડી તા.અંજાર તેમજ સદરહુ દારૂનો જથ્થોથ ભરી વેચાણ અર્થે મોકલનાર રવીન્દ્ર રહે,માણેસર હરીયાણા તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી ટ્રક  ડ્રાઇવર નાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આમ મોટા પ્રમાણમા જથ્થાનુ કટીંગ/વેચાણ થતા પહેલા ઉપરોકત સાતેય ઇસમોને પકડી તમામ વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ફરીયાદ દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સોંપવામા આવેલ છે. 


                  આ કામગીરીમાં શ્રી જે.પી.જાડેજા પો.ઇન્સ.એસ.ઓ.જી. તથા શ્રી ડી.બી.પરમાર, પો.ઇન્સ . એલ.સી.બી., ગાંધીધામ તથા શ્રી એમ.એસ.રાણા પોલીસ સબ ઇન્પેક્ટર એલ.સી.બી તથા શ્રી એ.પી.જાડેજા, પો.સબ ઇન્સ. એલ.સી.બી. શ્રી ડી. વી.રાણા પો. ઇન્સ. ગાંધીધામ બી ડીવી. તથા શ્રી એન.એન.રબારી, પો.સ.ઇ. એસ.ઓ.જી. તથા એલ.સી.બી. સ્ટાફ માણસો લક્ષ્મણભાઇ આહીર, પ્રવિણસિંહ પલાસ તથા પ્રહલાદસિંહ ચુડાસમા, નરશીભાઇ પઢીયાર, રાજેન્દ્ર કુમાર પરમાર, બલભદ્રસિંહ જાડેજા તેમજ એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઇ પૃથ્વીસિંહ, હે.કો. દેવાનંદ બારોટ, તખતસિંહ મનુભા તથા પો.કોન્સ . અજયસિંહ ઝાલા તેમજ ગાંધીધામ બી ડીવી. સ્ટાફના માણસો કિર્તિભાઇ ગેડીયા, ગલાલભાઇ પારગી, મહિપાલસિંહ ઝાલા  જોડાયેલ હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment